ભરૂચમાં હવે અતિશય જોખમી એલિવેટેડ સ્ટ્રક્ચરની આગમાં ફાયર ફાઈટર રોબોટ્સ આગ બુઝાવવા પાણીનો મારો ચલાવતા જોવા મળશે. 100 કિલોનું વજન વહન કરી શકતો અને પાણી તેમજ જમીન પર ચાલી પહાડો સર કરી શકતા 3 ફાયર ફાઈટર રોબોની ભરૂચને GSPC તરફથી એમ્બ્યુલન્સ સાથે ભેટ અપાઈ છે. GSPC એ તેમના CSR કાર્યક્રમની એક પહેલ અંતર્ગત સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને 3 ફાયર ફાઇટિંગ રોબોટ્સ અને 2 એમ્બ્યુલન્સની સોંપણી કરી છે.ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશને બુધવારના રોજ CSR પ્રોજેક્ટ્સની એસેટ્સ ગુજરાત સરકારના સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને સોંપી દીધી હતી. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુ દેસાઈ , જીએસપીસીના એમડી સંજીવ કુમાર તેમજ જીઆઇડીસીના ઉપાધ્યક્ષ , એમ.ડી. અને GCSRA ના CEP એમ . થેન્નારસનની હાજરીમાં ગાંધીનગરના જીએસપીસી ભવન ખાતે યોજાયો હતો.ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે, જીએસપીસીએ CSR બાબતે ખૂબ જ સારી કામગીરી કરી છે. તેમના વિભાગના ટીમ વર્ક અને સંકલનથી વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. ગુજરાત સીએસઆર ઓથોરિટી ( GSCRA ) એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત પ્લેટફોર્મ છે , જે જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને સીએસઆર ફંડનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મદદ કરે છે અને રાજ્યના કલ્યાણ અને સુખાકારીમાં પણ યોગદાન આપે છે.
100 કિલો વજન વહન કરવાની ક્ષમતા સાથેના રોબો ફાયર ફાઈટર આગ બુઝાવશે
Views: 79
Read Time:1 Minute, 59 Second