ભરૂચ શહેરમાં ગુજરાત લેવલનો પેટ્સ એમ્પાયર્સ 2.0 શો યોજાયો: જેમાં અંદાજિત 150 અલગ-અલગ પશુ-પક્ષીઓના પ્રેમીઓએ ભાગ લીધો

Views: 46
0 0

Read Time:2 Minute, 28 Second

ભરૂચમાં રોટરી કબલ દ્વારા પેટ્સ એમ્પાયર્સ 2.0 નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું.જેમાં 150 થી વધુ પેટ્સના માલિકોએ ભાગ લીધો હતો.જેમાં ઇગવાના રેપટાઇન્સ, પર્સીયન કેટ, ડોગ, પક્ષીઓમાં મકાઉ પેરોટ, ઘોડા સહિતના પેટ્સ લોકોને આકર્ષિત કર્યા હતાં. કલેક્ટર દ્વારા પેટ્સ શોને ખુલ્લો મુકાયો હતો.ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી કલબ ઓફ ભરૂચ, ઈન્ટરેક્ટ અને રોટ્રેક્ટ કલબ ઓફ ભરૂચના સહયોગથી ગુજરાત લેવલના પેટ્સ એમ્પાયર્સ 2.0 શોનું આયોજન કરાયુ હતું. જેમાં સમગ્ર ગુજરાત માંથી વિવિધ બ્રિડના ડોગ,બિલાડી,ઘોડા,પોપટ અને માછલી,ઇગવાના રેપટાઇન્સ,કબૂતર,બકરા,મરઘી વિગેરેને પાળનારા લગભગ 150 જેટલા પ્રાણી પ્રેમીઓ શોમાં હાજર રહ્યા હતા.આ પેટ્સ શોને ભરૂચના કલેકટર તુષાર સુમેરાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રદર્શનમાં પાલતું પશુઓ અને પક્ષીઓની કેવી રીતે કાળજી લેવી જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પેટ્સ શો માં પાલતું પ્રાણીઓ માટેની વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ પેટ્સ શો માં અલગ અલગ પેટ્સની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. જેમાં વિશેષ પેટ્સને મેડલ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ સ્પર્ધામાં બિલાડીઓ માં પર્સીયન કેટ, પક્ષીઓ માં મકાઉ પેટર, ઘોડા અને ફીસ,બકરો સહીત ના પશુ- પક્ષીઓના માલિકોએ ભાગ લીધો હતો.આ પેટ્સ શો માં ઉદ્ઘાટન પ્રસંગે રોટરી કલબ પ્રમુખ રિઝવાના જમીનદાર, પ્રોજેકટ ચેરમેન સહિત અન્ય હોદ્દેદારો સહીત મોટી સંખ્યામાં પેટ્સ લવર્સ હાજર રહ્યાં હતા.જ્યારે વન વિભાગ દ્વારા પણ અલગ અલગ સાપ વિષે લોકોને માહિતગાર કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સ્થાનિક ખેડૂતોને વિદેશમાં પાકના નિકાસ કરવાની તક

Mon Feb 5 , 2024
Spread the love             ભરૂચ જિલ્લાના ખેડૂતોને બાગાયત અને શાકભાજીના પાકની વિદેશમાં નિકાસ કરવાની તક છે. જેના માટે બાગાયત ખેતી કરતા જિલ્લાના 18 હજાર ઉપરાંત ખેડૂતોએ અપેડા અંતર્ગત ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. બાગાયતી પાકો જેવા કે, કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે, સરગવો, ટામેટા, કાકડી, કેપ્સીકમ […]
સ્થાનિક ખેડૂતોને વિદેશમાં પાકના નિકાસ કરવાની તક

You May Like

Breaking News

error: Content is protected !!