Read Time:1 Minute, 11 Second
મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા 26 મી જાન્યુઆરી નાં પ્રજાસત્તાક દિને હિંદવી સ્વરાજ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શ્રી છત્રપતિ શિવાજીની મહારાજ ની અશ્વરુઢ પ્રતિમા નું ભૂમિ પૂજન અંકલેશ્વર જી આય ડી સી ખાતે ટ્રાયએન્ગયુલર આઇલેન્ડ જળદર્શન ત્રણ રસ્તા જોગર્સ પાર્ક પાસે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ભૂમિપૂજન ખાતમુરત માટે અંકલેશ્વર નાં ધારા સભ્ય શ્રી ઈશ્વર સિંહ પટેલ તેમજ જી આય ડી સી એસોસિયેશનનાં પ્રમુખ શ જશુભાઇ ચૌધરી તેમજ મંડળ પ્રમુખ નાથુભાઈ દોરિક તેમજ ટ્રસ્ટીગણ સુનીલ ભાઈ નેવે , સંજયભાઈ કોકરે, દિલીપભાઈ પાટિલ, મનોજભાઈ બેલદાર ,અમૃતભાઈ સાળુંકે, યોગેશભાઈ પાટિલ તથા સમાજનાં અગ્રણીઓની ઉપસ્થિતિ માં સમ્પન્ન કરવામાં આવ્યું હતું.