

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા જિલ્લામાં પેરોલ, ફર્લો જમ્પ ફરાર આરોપી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ આદેશ આપ્યા હતા. જે અનુસંધાને એલસીબી પીએસઆઈ ડી.એ.તુવરના અને તેમની ટીમના માણસોએ આવા આરોપીઓને પકડી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમાં ધી નેગોશિએબલ ઇન્સટુમેન્ટ એક્ટની કલમ 138ના કામે ત્રીજા એડીશનલ ચિફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં એક વર્ષની સાદી કેદની સજા પામેલો આરોપી ભાવેશ હસમુખભાઈ પાટણવાડીયાને માહિતીના આધારે તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. જેને ભરૂચ સી ડીવીઝન પોલીસમાં સોંપવામાં આવ્યો હતો. બીજા એક કેસમાં પેરોલ ફર્લોની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે, ફેમેલી કોર્ટ ભરૂચમાં ભરણ પોષણનો કેસ ચાલી જતા આરોપીને ગીરીશ ઉર્ફે ખાપો રવજીભાઈ વસાવાને ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 125 (3) મુજબ સજા થઈ હતી. જે આરોપી ભાગતો ફરતો હતો. તેને ટીમે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામેથી ઝડપી પાડી ભરૂચ જિલ્લા સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.