ભરૂચ પટેલ વેલ્ફેર સોસાયટી અને વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ વેલ્ફેર સંકુલ ના ઔડિટોરિયમ ખાતે કોવિડ મહામારી અંગે તબીબો સાથે ચચૉ કરવા સભાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ભરૂચ મુસ્લિમ ડોકટર્સ એસોસિએશન ની પણ રચના કરવા માં આવી હતી.
વૅલ્ફેર હોસ્પિટલના ઑડીટોરીયમ ખાતે ડૉ એ આઇ માલજીવાલા ડૉ.યુસુફ પટેલ સલીમભાઈ ફાંસીવાલા ફારુક ભાઇ કેપી આદમભાઇ આબાદનગરવાલા ઉપરાંત ભરુચ વડોદરા સુરતના નિષ્ણાત તબીબોએ
ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના થી બચવા માટે અને કોરોના ની લડાઈ માં જીત કઇ રીતે મેળવી શકાય એ બાબતે ચર્ચા વિચારણા કરી એક્સન પ્લાન તૈયાર કરવા માં આવ્યો હતો.લોકોને આ પરીસ્થિતી માં કઇ
રીતે મહત્તમ મદદરુપ થઇ જાગૃતતા લાવિ શકાય તે અંગે ગહન વિચાર વિમશૅ કરાયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે વૅલ્ફેર હોસ્પિટલના પ્રમુખ સલીમભાઈ ફાંસીવાલા ના જણાવ્યા અન્વયે
ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ને સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલ માટે પરવાનગી આપવામા આવી છે.. ટૂંક સમય માં કોવિડ ની સારવાર ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે શરૂ થવા ની છે ત્યારે આ પ્રસંગેહાજર રહેલા તમામ સવયસેવકો અને ડોકટર્સ દ્વારા આ કામ માં સહયોગ આપવા ની તૈયારી દશૉવી હતી.