ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી.કારોબારી બેઠકનો મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા હતા.બેઠકમાં 2024 ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ 14 મંડળોમાં બેઠકનું આયોજન કરાશે. જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે.ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે, પ્રદેશ બાદ આજે જિલ્લા કારોબારી મળી હતી. હવે તમામ મંડળોમાં બેઠક મળશે. લોકસભા 2024 ની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભાજપનો દરેક કાર્યકર ચૂંટણી માટે સજ્જ અને આતુર છે. આજની બેઠકમાં આગામી ચૂંટણી સાથે સંગઠન, આગામી સમયમાં પક્ષના જિલ્લામાં વિવિધ કાર્યકમો, સરકારી યોજનાઓ અને તમામ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પોહચાડવા ચર્ચા કરવા સાથે વિસ્તૃત આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.ભાજપ જિલ્લા કારોબારી બેઠકમાં સંગઠન પ્રભારી અશોકભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ભરતસિંહ પરમાર સહિત જિલ્લાના આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા ભાજપની નવા વર્ષના પહેલા દિવસે જ કારોબારી બેઠક મળી
Views: 50
Read Time:2 Minute, 41 Second