ભરૂચ જિલ્લાના ખેડૂતોને બાગાયત અને શાકભાજીના પાકની વિદેશમાં નિકાસ કરવાની તક છે. જેના માટે બાગાયત ખેતી કરતા જિલ્લાના 18 હજાર ઉપરાંત ખેડૂતોએ અપેડા અંતર્ગત ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. બાગાયતી પાકો જેવા કે, કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે, સરગવો, ટામેટા, કાકડી, કેપ્સીકમ વગેરેની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવાની થતી હોય તો ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજીસ્ટ્રેશનની કામગીરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે. જેથી રસ ધરાવતા ખેડૂતોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી 7- 12, 8-અ, આધારકાર્ડની નકલ, ફાર્મ નો નકશો તથા ફાર્મ ડાયરી વગેરે જોડી જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીએ અરજી આપવાની રહેશે. ત્યારબાદ અરજીની ચકાસણી કરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.
સ્થાનિક ખેડૂતોને વિદેશમાં પાકના નિકાસ કરવાની તક
Views: 47
Read Time:1 Minute, 25 Second