
ભરૂચનર્મદા ડેમમાંથી 16 સપ્ટેમ્બર -2023ની રાત્રિએ 18 લાખ કયુસેક કરતાં વધારે પાણીછોડાતાં નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને નદીની સપાટી41 ફૂટની વિક્રમી સપાટીનેવટાવી ગઇ હતી. ભરૂચ શહેર તથા જિલ્લાના કાંઠાવિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતાં જાનમાલની હાનિ થઇ હતી. પૂરથી થયેેલા નુકસાનના સંદર્ભમાં સરકારે વેપારીઓતથા ખેડૂતો માટે ખાસ પેકેજની જાહેરાત કરી હતી.જે અંતર્ગત ભરૂચ જિલ્લાના 1,600 કરતાં વધારેવેપારીઓના ખાતામાં 4કરોડથી વધુની રકમ જમાકરાવી દેવામાં આવી છે. આ અગાઉ ખેડૂતોને પણનુકસાનીની રકમ રાજયસરકારે ચૂકવી હતી. પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાંઅસરગ્રસ્ત વેપારીઓ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં કલેકટર અનેધારાસભ્ય સહિતનાઅધિકારીઓ અનેપદાધિકારીઓ હાજર રહયાંહતાં. તેમના હસ્તે વેપારીઓનેસહાયતા મંજૂરીપત્રો એનાયતકરાયાં હતાં.પૂરથી થયેલાં નુકસાનનાકારણે નાના વેપારીઓનેપરિવારનું ગુજરાન ચલાવવાનુંમુશ્કેલ બની ગયું હતું. આવાતને ધ્યાને રાખી જિલ્લાવહીવટીતંત્રએ ઘર સુધીપહોચીને ઓછામાં ઓછાડોક્યુમેન્ટ સાથે મદદ પહોચાડીકામગીરી પૂર્ણ કરી હતી.તરફના કાંઠે જોવા મળી હતી. અંકલેશ્વરમાં દીવારોડ અને હાંસોટ રોડના તમામ વિસ્તારમાં 10 ફૂટ જેટલા પાણીભરાઇ ગયાં હતાંતાલીમમાં શીખ્યા તેનો અનુભવ કામ લાગ્યોકલેકટર ભરૂચના કલેકટર ડૉ. તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે,આઇએએસની તાલીમ દરમિયાન ડીઝાસ્ટરને પહોંચી વળવામોડયુલ્સ શિખવવામાં આવતું હતું. આ મોડયુલ્સની બુકમાં બધુજ લખવામાં આવ્યું છે છતાં ઘટના દરમ્યાન બુક બહારનું ધણુંદેખાઈ છે. ત્યારે આ ઘટના બાદ ઘણાં અનુભવો અને તેનુંસોલ્યુશન લાવવામાં સફળતા મળી. મેનેજમેન્ટ કરી તાત્કાલિકધોરણે ટીમોની રચના કરી શક્યા, સહાય અને સુવિધાઓ લોકોસુધી પહોંચાડી શક્યા છીએ.