1
0
Read Time:1 Minute, 3 Second
ભરૂચ: ક્રેડીટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લિમીટેડ દ્રારા ધોરણ ૧૦ માં સારા માર્કસ સાથે પાસ થયેલ ત્રણ વિદ્યાર્થીનીઓને રૂપિયા પંદર હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવી
ક્રેડીટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લિમીટેડ દ્રારા ભરૂચની 3 વિદ્યાર્થીનીઓને આજરોજ રૂપિયા 15 હજાર સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કે.એફ.વસાવા નાઓના હસ્તે પ્રશંસા પત્ર આપવામાં આવ્યા આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ ક્રેડીટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી વિજયકુમાર જલ્લું, દિપલકુમાર રાણા, જયેશ પરમાર અને પ્રણવ સોલંકીના અંતર્ગત કરવામા આવેલ હતો.