ગુનાહિત કાવતરું રચીને બંબુસરના રિક્ષા ચાલક ઉપર જીવલેણ હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડનાર આરોપીઓને ભરૂચ શહેર અને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશબંધી ફરમાવતી ભરૂચ કોર્ટ તારીખ 10-10-2023 ના રોજ બંબુસર ગામના રિક્ષા ચાલક સઈદ સુલેમાન પટેલ ઉપર નબીપુર ચોકડી ઉપર જીવલેણ હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી સદર બનાવ સંદર્ભે ગુનાહિત કાવતરું ઘડનારા બંબુસર ગામના ફરીદ યુસુફ વલી પટેલ અને હુમલાખોર શેર મહંમદ સિંધી અને અન્ય આરોપીઓની ધરપકડ બાદ ભરૂચના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઘાસુરા સાહેબની કોર્ટ દ્વારા શરતોને આધીન આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ હતા જે હુકમને સઈદ સુલેમાન પટેલે ભરૂચના સેશન્સ જજ સાહેબની કોર્ટમાં પડકારતા ગુનાની ગંભીરતા તેમજ સઇદ પટેલ ના એડવોકેટ પરેશ ગોડીગજબાર ની દલીલો ધ્યાને રાખીને ભરૂચના ત્રીજા એડિશનલ સેશન્સ જજ એજાઝ મોહસીનલઅલી શેખ સાહેબે ઉપરોક્ત ગુનાના આરોપીઓએ સદર ગુનાના કામે ફરિયાદીની જુબાની ન થાય ત્યાં સુધી કેસની ટ્રાયલ દરમ્યાન કોર્ટમાં હાજર રહેવા સિવાય ભરૂચ શહેરની અને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશ કરવો નહીં તેવી વધારાની શરત લાદતા ગંભીર ગુનાઓ આચરતા આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નબીપુર ચોકડી ઉપર રિક્ષા ચાલક ને માર મારવાના કેસમાં અસામજીક તત્વોને કોર્ટમાં હાજર રહેવા સિવાય ભરૂચ શહેરની અને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશબંધી…
Views: 41
Read Time:1 Minute, 53 Second