અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં આવેલી સિલ્વર સિટી ફેલટમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની ઘર આંગણે રમતી અને ગત 25 જાન્યુઆરીના રોજ ગુમ થયેલી 9 વર્ષિય બાળકી રૂક્સાના આરીફ અંસારીનું અપહરણ થયું હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરતાં સ્થાનિક પોલીસે અલગ અલગ પ્રકારે તપાસહાથ ધરી હતી.આ કથિત અપહરણ કેસમાં ચાર મહિના બાદ પણ બાળકીનો કોઈ પત્તો નહીં મળતાં ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને હાઇકોર્ટે સમગ્ર બનાવની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેના નિર્દેશ કર્યા હતા.છેલ્લા ચાર મહિનાથી ગુમ અંકલેશ્વરની રૂક્સાનાનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે પણ બાળકીના પરિવારની મુલાકાત લઈ આ સંવેદનશીલ અને અતિ ગંભીર મામલે લોકોને રૂક્સાનાની ભાળ મેળવવા અપીલ કરી હતી. સાથે ભરૂચ જિલ્લા પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવા તમામ રીતે પ્રયાસો અને તપાસ હાથ ધરાઈ હતી.બીજી તરફ દીકરી ગુમ થવાથી વ્યથિત માતા પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી હતી. એટલે કે બાળકી ગમે ત્યાં હોય તેને શોધી લાવવાની આ દરખાસ્ત હાઇકોર્ટે મંજુર કરી દીધી છે. બાળકીના અપહરણ કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપાઈ છે.
અંકલેશ્વરમાં ઘરઆંગણે રમતી 9 વર્ષીય બાળકીના અપહરણ કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપી
Views: 83
Read Time:1 Minute, 54 Second