Read Time:1 Minute, 16 Second
ભરૂચ: જિલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI પ્રદીપ મોંઘેનું બીજીવાર રાષ્ટ્રપતિ એવોર્ડથી બહુમાન કરવામાં આવશે.
ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. દરવર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે. વિગતો મુજબ ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.જેમાં ભરૂચના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રદીપ મોંઘેનો પણ સમાવેશ થાય છે તેઓને પ્રેસિડન્સિયલ મેડલ ફોર મેરિટેરિયસ સર્વિસ એનાયત કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ વર્ષ 2014માં તેઓને પ્રેસિડન્સિયલ એવોર્ડ મળી ચુક્યો છે.