પોલીસ કમિશ્નર સાહેબ શ્રી અજયકુમાર તોમર સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બંને તે હેતુથી ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે, જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમીશ્નર સા.શ્રી કે.એન.ડામોર સેકટર-૨ તથા નાયબ પો.કમિ.સા. શ્રી સકેશ પી. બારોટ ઝોન-૦૫ સુરત શહેર તથા મદદનીશ પોલિસ કમિ.શ્રી બી.એમ ચીયરી કે ડીવીઝન સુરત શહેર નાઓએ “નાસ્તા-ફરતા આરોપીઓ” પકડી પાડવા સારૂ કરેલ સુચનાના આધારે પો.ઇન્સ.શ્રી.એ.એસ. સોનારા રદિર પો.સ્ટે.નાઓના માર્ગદર્શન તથા રાહબરી હેઠળ સર્વેલન્સ પો સ ઈ શ્રી.બી.એસ.પરમાર નાઓના નેતૃત્વ હેઠળ નાસતા-ફરતા ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા.
દરમ્યાન નાસતા ફરતા સ્કોડના અ.હે.કો.કિરીટસિંહ રામસંગભાઈ બ.નં.૧૭૯ તથા તેમની સાથેના અ.હે.કો. મોબતસિંહ હેમુભા બ.નં.૧૦૦૫ તથા અ.પો.કો. ભવાનસિંહ હનુભા બ.નં.૩૪૯૧ પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતેથી આરોપી:- પ્રીતપાલસીંગ ઉર્ફે લાડી જોગીંદરસીંગ માન ઉ.વ-૩૯ ધંધો-ડ્રાઈવીંગ રહે-નાની ચીરાઈ ગોકુલધામ તા-ગાંધીધામ જી-કચ્છ મુળ રહે-ગામ-ફેરૂમાન તીસરી પત્તી જાટોવાલી થાના-બ્યાસ તા-બાબા બકાલા જી-અમ્રુતસર(પંજાબ) નાને પકડી પાડવામાં આવેલ છે મજકુર આરોપી નીચે મુજબના ગુન્હામાં વોન્ટેડ હોય આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
પ્રીતપાલસીંગ ઉર્ફે લાડી જોગીંદરસીંગ માન ઉ.વ-૩૯ ધંધો-ડ્રાઈવીંગ રહે-નાની ચીરાઈ ગોકુલધામ તા-ગાંધીધામ જી-કચ્છ મુળ રહે-ગામ-ફેરૂમાન તીસરી પત્તી જાટોવાલી થાના-બ્યાસ તા-બાબા બકાલા જી-અમૃતસર (પંજાબ) ગુના રજીસ્ટર નંબર તથા કલમ
રાંદેર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૪૫૩/૨૦૦૮ ઈ.પી.કો કલમ- ઈ.પી.કો કલમ-૩૯૫, ૩૪૨, ૩૬૫ તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧)એ મુજબ
ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતેની છે કે, હાલ પકડાયેલ આરોપી સને-૨૦૦૮ માં સુરત શહેરમાં ભેસાણ હાઈવે રોડ ઓખેશ્વર પાટીયા ખાતેથી હથીયાર બતાવી ડ્રાઈવર તથા ક્લીનરને રોડ પર વચ્ચે રોકી ટ્રેલર નં-GJ-06-TT-6416 તથા તેમા ભરેલ લોખંડની પ્લેટ
૨૧ ટન ૫૧૦ કીલોગ્રામ વજનવાળી પ્લેટ લઈ ડ્રાઈવર તથા ક્લીનરને કીડનેપ કરી સુરત હાઈવે પર લઈ જઈ ડ્રાઈવર તથા ક્લીનરને ખેતરમા
ગોંધી રાખી ટ્રક એક હોટલમાં મુકી રાખેલ અને આ ડ્રાઈવર તથા કલીનર નાઓ ખેતરમાંથી નાશી જતા આરોપીઓ નાશી ગયેલ અને આ
કામે આરોપી સને-૨૦૦૮(૧૬ વર્ષથી) નાસતા ફરતા હોય જે આરોપી મીત ટાન્સપોર્ટની હેવી ટ્રક ડ્રાઈવીંગ કરતો હોય જે રાજકોટ રેલ્વે યાર્ડ
પાર્કીંગ જામનગર રોડ ખાતે હોવાની હકીકતના આધારે સુરત શહેર ખાતેથી રાજકોટ ખાતે જતા આરોપી નાઓને પોલીસ શોધખોળ અંગે
જાણ થઈ જતા પોતાની ટ્રક લઈ નાસવા જતા ચાલુ ટ્રકે રાજકોટ-જામનગર હાઈવે પરથી પકડી લઈ રસુંદેર પોલીસ માણસોની ટીમે પ્રસંશનીય કામગીરી કરેલ છે.