વિધાર્થીઓમાં નવું જાણવાની ધગસ પેદા થાય, શૈક્ષણિક નોલેજની સાથે સાથે જનરલ નોલેજમાં વધારો થાય તેવા ઉમદા હેતુની સાથે મદ્રસા જામેઆ અરબિયા તાલીમુલ ઇસ્લામ સંચાલિત મદ્રસા હાઈસ્કૂલ આણંદમાં તા.6 અને 7 જાન્યુઆરી, ૨૦૨૪નાં રોજ મંડળના પ્રમુખ વહોરા મુહમ્મદ અફઝલ મૌલાના અબ્દુલહક્ક મેન્સન સાહેબની સર્વસંમતીથી કચ્છ,માંડવી, અંજારનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. આ પ્રવાસમાં કુલ ધોરણ -9 થી 12 નાં 106 વિધાર્થીઓ અને 5 શિક્ષકો જોડાયા હતા. આયના મહેલ, સ્મૃતિવન મ્યુઝીયમ,સફેદ રણ, વિજય વિલાસ પેલેસ,માંડવી બીચની મુલાકાત લીધી હતી. વિધાર્થીઓએ પુરા આનંદ અને ઉલ્લાસથી પ્રવાસની મજા માણી હતી. પ્રવાસમાં વિધાર્થીઓને પોતાની પસંદગીનું સ્વરુચિ ભોજન આપવામાં આવ્યું હતું.
પ્રવાસનો હિસાબ કરીને ઓડીટ રિપોર્ટ શાળાના નોટીસ બોર્ડ પર લગાવવામાં આવ્યો. 1 વિધાર્થીનો અંદાજીત પ્રવાસ ખર્ચ રૂ.1740 થએલ છે અને હિસાબના અંતે દરેક વિધાર્થીને રૂ. 760 પરત આપવામાં આવ્યા. પ્રવાસમાં આવેલ વિધાર્થીઓને જે 760 રૂ .નો આર્થિક લાભ થયો તેની પાછળનો શ્રેય વર્ષો સુધી કચ્છ ના ગોરેવાલી ગામના પ્રજાજનોના દિલો પર રાજ કરનાર જન્ન્તનસીન માજી સરપંચ મુતવા મુસ્તાકભાઈ ના દીકરા અને તેમના નકશે કદમ પર ચાલનાર નવયુવાન,પ્રમાણિક, ઉત્સાહી, ક્રિયાશીલ, ગોરેવાલી ગામના ડેપ્યુટી સરપંચ મુતવા અમીરઅલી ને ફાળે જાય છે. તેઓએ કચ્છની ધરતી પર અમારા સૌ વિદ્યાર્થીઓ નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અમારી રહેવાની, જમવાની, ફ્રેશ થવાની તમામ સુવિધાઓ તેમણે અને તેમના સાથી મિત્રોએ પૂરી પાડી. અમારી સતત બે દિવસ ખડેપગે રહીને સેવા કરી અને અમોને ભાવભીની વિદાય આપી.
“ના હિંદુ નીકળ્યા , નાં મુસલમાન નીકળ્યા, કફન ઉઘાડીને જોયું તો સૌ ઇન્શાન નીકળ્યા” – અલ્લામાં ઈકબાલનાં આ શબ્દોને સાચા સાબિત કરી બતાવતા કચ્છ જિલ્લાના અનુ. જાતી મોરચાના ભાજપના મંત્રી અને ગોરેવાલી બન્ની ન્યાયસમિતિ ચેરમેન શ્રી વીરાભાઈ મારવાડાએ મુસ્લિમ 73 જેટલી દિકરીઓને અને સ્ટાફને પોતાના રિસોર્ટમાં તદ્દન ફ્રીમાં રાત્રી રોકાણ આપી સવારમાં ફ્રેશ થવાનું પણ આયોજન કરી આપ્યું. જ્યાં રીસોર્ટમાં એક દિવસનું ભાડું 5000 હજાર થી 7000 હજાર રૂપિયા છે. ૭ જાન્યુઆરીના રોજ સવારમાં માધાપર યક્ષ મંદિરનાં ટ્રસ્ટી રમેશભાઈ કારા એ તમામ વિધાર્થીઓને ફ્રેશ થવાની વ્યવસ્થા ફ્રીમાં કરી આપી. આજના સમયમાં શ્રી વીરાભાઈ મારવાડા અને રમેશભાઈ કારા એ માનવતાની મહેક પ્રસરાવવા ની સાથે કોમી એકતા નો સંદેશ પાઠવ્યો હતો. બપોરનું જમણવાર બનાવાવા માટે જગ્યાની વ્યવસ્થા માધાપર જમાતખાના મંત્રી અબ્દુલભાઈ કુંભારે ફ્રીમાં કરી આપી હતી. માંડવીમાં બપોરના જમણવાર માટે જગ્યાની વ્યવસ્થા આદિલભાઈ નોડે ફ્રીમાં કરી આપી હતી. ઉપરોક્ત સૌ મહાનુંભાવોનો સંસ્થાના પ્રમુખ વહોરા મુહમ્મદ અફઝલ મૌલાના અબ્દુલહક્ક મેન્સન સાહેબ, નાયબ મોહતમિમ મૌલાના સાજીદ સાહેબ,શાળાના આચાર્ય પઠાણ નઈમ સાહેબ, શાળાના સુપરવાઈઝર અને પ્રવાસ કન્વીનર વહોરા ઈર્શાદ સાહેબ, શાળાના સૌ શિક્ષકમિત્રો તથા વિધાર્થીમીત્રોએ તહે દિલથી સૌનો આભાર માની આણંદ ખાતે ની સંસ્થાની મુલાકાત લેવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું.
(રિપોર્ટર,ફરહીન બહાદરપુરવાળા, આણંદ)