અંકલેશ્વરમાં સટ્ટા બેટિંગનો જુગાર રમતા 11 ઝડપાયા

અંકલેશ્વર શહેર ના તાડ ફળીયા માં શહેર પોલીસે સટ્ટા બેટિંગનો જુગાર રમતા 11 શખ્સો ને ઝડપી લઇ ત્રણ બાઈક ,મોબાઈલ અને રોકડ રકમ મળી રૂપિયા 1.18 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ ની વિગત અનુસાર અંકલેશ્વર ના તાડ ફળીયા વિસ્તારમાં રહેતો દલપત વસાવા સટ્ટા બેટિંગ નો જુગારધામ ચલાવી રહ્યો હોવાની માહિતી શહેર પોલીસને મળતા પોલીસે સ્થળ પર દરોડા પાડતા જુગાર રમતા નરેશ વસાવા,હરેશ પાટણવાડીયા, સોક્ત અલી જાફર અલી સૈયદ, ફરીદ રશીદ શેખ કાળિયા વસાવા, હસમુખ ટાંક, રામ વર્મા, શંભુ મગન રામ, રાજકુમાર ચૌહાણ, જીતેશ સોલંકી અને પરિમલ મોહનદાસ ને ઝડપી પાડી શહેર પોલીસે રોકડા રૂપિયા 20 હજાર 800,90 હજારની ત્રણ બાઈક અને 7 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા1,લાખ 18, હજાર 800 ના મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ટાંકણી ગામે પિકઅપમાંથી ખેરના લાકડા સાથે 1 ઝબ્બે, સાગબારા વન વિભાગે 1.90 લાખનો મુદ્દામાલ પકડ્યો

Sat May 7 , 2022
સાગબારા રેંજનાં કાર્ય વિસ્તારમાં જંગલ ચોરીનાં લાકડા વાહતુક થવાનાં છે તેવી ગુપ્ત બાતમીનાં આધારે 6 મેં નાં રોજ સવારે 6 કલાકે નાકાબંધી કરતા એસ.વી.ચૌધરી રેંજ ફોરેસ્ટ ઓફિસર સાગબારા તથા યુ.બી.બીલ રાઉન્ડ ફોરેસ્ટર પાટલામહુ તથા એમ.એસ.સીતાપરા બીટ ગાર્ડ પાટલામહુ, એ.એસ.બારીયા બીટ ગાર્ડ મહુપાડા તેમજ રોજમદારો સાથે નાકાબંધી કરી હતી. તે દરમિયાન […]

You May Like

Breaking News