મૂળ ભરૂચના અમેરિકા સ્થિત ડોક્ટર દંપતિ એ સંસ્થાના સ્થાપક સાથે ભરૂચ આવી બાળકોને નિઃશુલ્ક સારવાર આપીઅસ્મિતા ના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરેલ છે. સંસ્થા ના સ્થાપક પ્રવીણભાઈ પટેલ ના અમેરિકા ના મિત્ર ડૉ.રાજન જોષી (Lungs specialist, USA) ane ડૉ.શોભના જોષી (Pediatrician, USA) ના સહયોગથી હાલ બાળકોની ચકાસણી તથા નિદાન પ્રકિયા શરૂ છે. હાલ 200 જેટલા બાળકોનું નિદાન તબીબ દંપતિ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાંથી 5 થી 6 બાળકોમાં હૃદય ની, અને અન્ય બાળરોગોની ગંભીર તકલીફો જણાયેલ છે. તેના માટે તેની સારવારનું તમામ આયોજન સંસ્થા દ્વારા કરવાના આવશે. કુલ 380 ગુરુકુલમ ના બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના 100 જેટલા મનો દિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવશે.
સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળ ના અથાગ પ્રયત્નો દ્વારા આ ઉત્તમ સેવાકીય કાર્યો સંસ્થા દ્વારા થઈ રહેલ છે.અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થા ની આજુબાજુના ત્રાલસા, કુવાદર, દયાદરા, બોરી, પીપળીયા અને હલદર એમ કુલ છ ગામોમાં ગુરુકુલમ જ્ઞાન વર્ગો ચાલી રહ્યા છે. ધોરણ એક થી આઠ માં ભણતા આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા જે તે ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે, વૈદિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ ના સંસ્કારો નાની ઉંમરથી જ બાળકો માં જળવાય રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.