ત્રીજો મેન ઓફ સ્ટીલ મી.ભરૂચ બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન અંકલેશ્વર ખાતે યોજાયો : સતત બીજા વર્ષે પણ માસ્ટરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરતા ઈરફાન મલેક

Views: 78
0 0

Read Time:2 Minute, 21 Second

અંકલેશ્વર,તા.બોડી બિલ્ડીંંગ એન્ડ બેસ્ટ ફીઝીકસ એસોસીએશન ભરૂચ દ્ધારા સતત ત્રીજા વર્ષે પણ બોડી બિલ્ડીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે અંકલેશ્વર ખાતે આવેલ મોદીની વાડી, મોદી નગર, હાંસોટ રોડ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનાં અલગ અલગ જીમના ટે્રનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડીંરને આ સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો હતો.આ સ્પર્ધામાં જુનિયર, સિનિયર મેન્સ બોડી બિલ્ડીંગ, મેન્સ ફિઝીકસ, મેન્સ કલાસીક બોડી બિલ્ડીંગ અને માસ્ટર બોડી બિલ્ડીંગ, દિવ્યાંગ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ–ર૦ર૩–ર૪નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે માસ્ટર કેટેગરી માટેનું સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.જો કે આ વર્ષે પણ માસ્ટર કેટેગરીમાં સતત બીજા વર્ષે પણ પ્રથમ ક્રમાંકે રેમ્બો જીમના ઈરફાન મલેક હાંસલ કરેલ હતો. આ સાથે સાથે રેમ્બો જીમના કરણ સોલંકીએ પણ પ્રથમ ક્રમાંક, અમાન મલેકે ચોથો ક્રમાંક અને પીયુષ સોલંકીએ પાંચમો ક્રમાંક હાંસલ કરેલ હતો. આ સાથે જ રેમ્બો જીમે પોતાના ચાર બોડી બિલ્ડીંરને આ કોમ્પીટીશનમાં ઉતારેલ હતા. જેમાં તમામે તમામ પોતાનું બેસ્ટ આપી ૧ થી પ માં નંબર લાવેલ હતા.જયારે ભરૂચની મારૂતી જીમના ટ્રેનર અક્ષય કહાર ભરૂચ જિલ્લામાં ચેમ્પીયન ઓફ ચેમ્પીયનનો ખિતાબ હાંસલ કરેલ છે. જો કે આ સાથે જ ઈરફાન મલેક સાથે વાત થતાં તેઓએ જણાવેલ હતું કે આવનાર દિવસમાં મીસ્ટર ગુજરાત આવનાર હોય જેથી આજથી જ તેઓ અને તેઓની ટીમ મીસ્ટર ગુજરાતની તૈયારમાં લાગી ગયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોમાં એક હજારથી વધુ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું

Thu Jan 11 , 2024
Spread the love             ભરૂચ નારાયણબાપુ આશ્રમ ખાતે નારાયણ વિદ્યાલયના વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓ એક હજાર એકત્રીસ શૈક્ષણિક પ્રોજેકટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સાથે સાથે નારાયણ વિદ્યાલય ના બાળકો કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યા હતા જેમાં ખંભાતા ધ્રુવ, ખંભાતા આર્યન (ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ), યજ પરમાર ( બ્રોન્ઝ મેડલ), ઋત્વી મહેતા અને […]
નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોમાં એક હજારથી વધુ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું

You May Like

Breaking News

error: Content is protected !!