સમગ્ર વિશ્વ માં શિક્ષણ નગરી તરીકે જાણીતી વિદ્યા નગર સ્થિત ‘સરદાર પટેલ યુનિવર્સીટી,’ ખાતે દર વર્ષે વૈજ્ઞાનિક શોધોને પ્રોત્સાહન આપવા માટે નો સરદાર પટેલ રિસર્ચ એવોર્ડ આપવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત યુનિવર્સિટી માં રહી ને PhD નો અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ પોત પોતાના સંશોધન નું પેપરવર્ક કાર્ય રજૂ કરે છે, જે અંતર્ગત યુનિવર્સિટી ની વિજ્ઞાન અને કોમ્પ્યુટર વિજ્ઞાન ની દરેક શાખામાં થી અનેક વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો તેમાંથી સરાયણ શાસ્ત્ર માં થી વોરા ફરહીન બહાદરપુરવાલા ને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો. જેના અનુસંધાન માં સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલ 66 માં પદવીદાન સમારંભ માં ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ ની ઉપસ્થિતિ માં ભારત દેશ ના ગૃહમંત્રી અને ગુજરાત ના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના વરદ હસ્તે રોકડ પુરષ્કાર અને આ મેળવેલ સિદ્ધિ અંગેનું પ્રશંસાપત્ર એનાયત કરવા માં આવ્યું હતું. જેને બહોળા પ્રમાણ માં હાજર અધ્યાપકો,વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અન્ય સ્ટાફ દ્વારા તાળીઓ ના ગડગડાટ થી વધાવી પ્રોત્સાહન પૂરું પાડવા ની સાથે સાથે આ મળેલી સફળતાને બિરદાવવા માં આવી હતી.
સરદારપટેલ રિસર્ચ એવોર્ડમાં પ્રથમ સ્થાન મેળવતા ફરહીન બહાદરપુરવાલાનુ ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સન્માન
Views: 44
Read Time:1 Minute, 53 Second