રાધનપુરમાં મસાલી રોડ ઉપર આવેલા શોપિંગમાં ભંગ ની ફરિયાદ
પાટણ જિલ્લાના રાધનપુરમાં અનેક જગ્યાએ ગેરકાયદે અનઅધિકૃત બાંધકામો જોવા મળી રહ્યા છે ત્યારે મસાલી રોડ ઉપર આવેલા સર્વે નંબર 381 અને 382 વાળી જમીનમાં રહેણાંક હેતુ માટે જમીન ફાળવેલ હોવા છતાં બિલ્ડર દ્વારા કોમર્શિયલ બાંધકામ કરી શરતભંગ કરતા રાધનપુરના જાગૃત નાગરિક અલ્પેશભાઈ દવે દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે નગરપાલિકાની ઢીલીના કારણે કાર્યવાહી નહીં કરતા કલેક્ટર સુધી અલ્પેશ દવે દ્વારા ફરિયાદો કરવામાં આવી છે છતાં હાલે રાધનપુરમાં બે બે માળ ના બાંધકામ થઈ જવા છતાં નગરપાલિકા ચીફ ઓફિસરને કેમ ધ્યાન નથી તે જનતામાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે આ જોતા નગરપાલિકા ચીફ ઓફિસર પણ આ પ્રકરણમાં સામેલ હોવાની શંકા જોવા મળી રહી છે ત્યારે આ વખતે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં ગોઠવા પામી છે.
રીપોટર. કમલેશ પટેલ . પાટણ