0
0
Read Time:1 Minute, 2 Second
કરજણ:- ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર વડોદરા જિલ્લાના સરહદી ગામ હલદરવા નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી લિકવિડ ભરેલી એક ટ્રકમાં કોઇ કારણોસર આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. ટ્રકમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ ઉંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આગની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગના કારણે ટ્રકને મોટુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…
રિપોર્ટ :- તસ્લીમ પીરાંવાલા… હલદરવા ..