ભરૂચ રેલવે સ્ટેશને જયપુર ટ્રેનમાં આવી રહેલી મોડલ સાથે અશ્લીલ હરકત કરનારા યુવાનની ધરપકડ…

ભરૂચના રેલવે સ્ટેશને જયપુર ટ્રેનમાં આવી રહેલી મુંબઈની મોડલની એક યુવાને છેડતી કરી હતી. ટ્રેનમાં રાત્રીના સમયે મોડેલ સુતી હતી તે દરમિયાન ઈસમે મોડલની ચાદર ખેચી પગ ઉપર હાથ ફેરવી અશ્લીલ હરકતો કરતો હતો. જેથી મોડેલે બુમાબુમ કરતા આરપીએફનો સ્ટાફ દોડી આવી યુવાનને ઝડપી લીધો હતો. મુંબઈમાં રહેતી 24 વર્ષીય એક્ટર અને મોડલ 27 ઓગસ્ટના રોજ જયપુરમાં તેમની માતાનું નિધન થતા ભાઈ રાહુલ સાથે ફ્લાઈટમાં ગઈ હતી. જ્યાંથી માતાની વિધિ પુરી કરી 14 સપ્ટેમ્બરે સ્લીપર કોચમાં જયપુર ટ્રેનમાં પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન રાત્રે ટ્રેનમાં મોડલની બાજુની સીટ પર બેસેલા જયપુરના રૂપસિંહ રાજપુતે મોડલ સાથે અશ્લીલ હરકતો શરૂ કરી હતી. મોડલે ઓઢેલી ચાદર ખેંચી યુવાને પગ ઉપર 2 વખત હાથ ફેરવતા મોડલ જાગી ગઈ હતી અને આ અંગે પોતાના ભાઈને વાત કરી હતી.ત્યારે બન્ને ભાઈ બહેને ઊંઘવાનું નાટક કરતા યુવાને ફરી હાથ ફેરવવાનું શરૂ કરતાં મોડલે બૂમરાણ મચાવી હતી. જેથી રાતે દોઢ કલાકે તમામ મુસાફરો જાગી ગયા હતા. તેમજ ટ્રેનમાં રહેલો આરપીએફનો સ્ટાફ દોડી આવતા ભરૂચ રેલવે સ્ટેશને મોડલ સાથે અશ્લીલ હરકત કરનારા યુવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચમાં ખેડૂતોએ વાયુ પ્રદુષણને પગલે થયેલા નુકસાન મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું..

Fri Sep 17 , 2021
ભરુચ જિલ્લાના ખેડૂત સમાજના આગેવાનોએ આજે ગુરૂવારે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ખેતીના ઉભા પાકમાં વાયુ પ્રદુષણને પગલે થયેલા નુકસાન મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર આમોદ, સિમદરા, દહેજ સહિતના ગામોની સીમમાં કપાસ, કઠોળ, […]

You May Like

Breaking News