Read Time:1 Minute, 15 Second
હવા મહેલ સોસાયટીની પાણીની લાઇનમાં લાલ રંગનું પાણી નીકળ્યું
અંકલેશ્વર તાલુકા ના પીરામણ ખાતે આવેલ હવા મહેલ સોસાયટી માં છેલ્લા એક મહિના થી લગાતાર દુર્ગંધ યુક્ત લાલ રંગનું પાણી નળ માંથી આવી રહ્યું હોવાની સાથે ફીણ ના પર જામી રહ્યા હતા પંચાયત ને પણ સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી. પાણી ક્યાંથી આવી રહ્યું છે તેની તપાસ કરતા સોસાયટી પાસે ના કતલખાના ની દુષિત પાણી લાઈન માંથી પાણી લાઈન માં આવતું હોવાનું બહાર આવ્યું હતું.
પંચાયત ને પણ જાણ કરવામાં આવી હતી. કતલખાના સંચાલક ને પણ જાણ કરી હતી છતાં સમારકામ કરવામાં ના આવતા સ્થાનિક રહીશો માં રોષ ફેલાયો છે. પીવાના પાણી સહીત અન્ય ઉપયોગ માટે પણ પાણી લઇના શકાય તેવી દુર્ગંધ ને લઇ લોકોમાં હવે રોષ વધી રહ્યો છે. પાણી લાઇનનું સમાર કામ કરવા તેમજ લીકેજ બંધ કરવા માંગ છે.