થામ સહિત ચારગામો ના સરપંચ અને સભ્યો એ ડપિંગ સાઈડ બંધ કરવા કરી હતી માંગ.ચીફ ઓફીસર દ્વારા 3 મહિના સુધીમાં ડપિંગ સાઈડ બંધ કરવા આપી હતી બાંહેધરી..ત્રણ મહિના વીત્યા બાદ પણ સાઈડ બંધ ન થતા ગ્રામજનો માં રોષ. ગામના આગેવાનો સાઈડ બંધ કરવાની માંગ સાથે પોહોંચ્યાં નગરપાલિકા. ગ્રામજનોની માંગ સામે નગરપાલિકાએ સમયની માંગ કરી.ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈડ મુદ્દે સતત છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદમાં રહી છે ત્યારે થામ અને મનુબર ગામની વચ્ચે કંથારીયા ગામની સીમા ખેડૂતના બે ખેતરોમાં ડમ્પિંગ સાઇડ ઊભી કરી દેતા દુર્ગંધને કારણે તથા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પુકારી ઊઠેલા અને ગામમાં ઝાડા ઉલટીનો વાવર ફાટી નીકળતા ગ્રામજનો વિફર્યા હતા અને ડમ્પીંગ સાઈડ પર પહોંચી કામગીરી બંધ કરાવી કચરા ભરેલા વાહનો રોકી પરત કર્યા હતા.ખેડૂતે પોતાના ખેતરમાં ડમ્પિંગ સાઈટ ભરૂચ નગરપાલિકાને આપી અને વધુ રૂપિયા કમાવવા માટે ભાડેથી જગ્યા આપી હોવાના કારણે ડમ્પીંગ સાઈટના પ્રદૂષિત પાણી અને વરસાદી પાણી પ્રદૂષિત પાણીમાંથી ભરવાના કારણે આજુબાજુના ખેતરોમાં ગંદકીના સામ્રાજ્ય સાથે ભુગર્ભ જળને પણ નુકસાન થવા સાથે ખેડૂતોના ખેતીને પણ મોટું નુકસાન થતું હોવાના કારણે ખેડૂતોએ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગેરકાયદેસર ડમ્પીંગ સાઈડ બંધ કરાવી હતી.જે બાદ તાત્કાલિક ભરૂચ નગરપાલીકા ના ચીફ ઓફીસર હરીશ અગ્રવાત દ્વારા ગ્રામજનો પાસે થી ત્રણ મહિનાનો સમય માંગતા વિવાદ થોડા સમય માટે ટળ્યું હતું પણ ત્રણ મહિનાનો લાંબો સમય વિત્યા બાદ પણ ડપિંગ સાઈડ બંધ ન કરાવી ચાલુ રખાતા ફરી એક વખત થામ,મનુબર ગામના સરપંચો સહિતના આજુબાજુ ના સ્થાનિક અગ્રણીઓ દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફીસર ને ડપિંગ સાઈડ બાબતે રજુઆત કરવા પોહોંચ્યાં હતા પરંતુ તે સમય અધિકારી ન હોવાથી આખરે પાલિકા પ્રમુખ ને ડપિંગ સાઈડ બંધ કરવાની માંગ સામે પાલિકા દ્વારા ડમ્પિંગ સાઇડ બાબતે ગ્રામજનો પાસે ફરી સમયની માંગ કરી નગરપાલિકા પ્રમુખ દ્વારા અગ્રણીઓને થોડા સમયમાં જ ડપિંગ સાઈડનું નિકાલ કરી દેવાની વાત કરી વિવાદને શાંત કર્યો હતો.ઉલ્લેખ ને છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા સાયખા ખાતે જગ્યા ફાળવી દેવામાં આવી હોવા છતાં ઘણા સમયથી કાર્યરત ન હોવાથી આ સાઈડથી લોકોને હાલાકી ભોગવી પડી રહી છે..હવે જોવું રહ્યું કે ફરી આપેલ સમયમાં આ સાઈડ બંધ થશે કે પાલિકા દ્વારા આપવામા આવશે સમય તે જોવું રહ્યું…
ભરૂચ.નગરપાલિકા ડપિંગ સાઈડનો મુદ્દો ફરી આવ્યો ચર્ચામાં.
Views: 46
Read Time:3 Minute, 28 Second