સુમુલ ડેરી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો સાથેનાં અભિયાનનો પ્રારંભ કરાયો હતો, આજે એનાં પુર્ણાહુતિ પ્રસંગે હાજરી આપી. આ જ અભિયાન અંતર્ગત બારડોલી તાલુકામાં મહિલા જન ભાગીદારી કાર્યક્રમ, ખરવા-મોવસા સામુહિક રસીકરણ અભિયાન, દૂધ મંડળી સ્વચ્છતા કાર્યક્રમ અને નશાબંધી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો.

સુમુલ ડેરીની 1187 મંડળીમાં 200થી વધુ મંડળીમાં બહેનો જ કામ કરે છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ‘નારી શક્તિ’ અને ‘આત્મનિર્ભર મહિલા’નાં સંકલ્પને વધુ મજબૂત બનાવવાની દિશા તરફની આ પહેલને અભિનંદન પાઠવ્યા.

આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આકાર પામેલી મહિલા ઉત્થાન અંગેની વિવિધ યોજનાઓ વિશે માહિતી પાઠવી અને વધુ ને વધુ માત્રામાં આ યોજનાનો લાભ લેવાય એ અંગે સૌને અપીલ પણ કરી.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પાટણમાં આગામી એક સપ્તાહ સુધી નશાબંધી જાગૃતિ કાર્યક્રમો થકી થશે જનજાગૃતિ

Mon Oct 2 , 2023
ગાંધી જયંતિ નિમિતે આજથી નશાબંધી સપ્તાહની ઉજવણી પાટણમાં આગામી એક સપ્તાહ સુધી નશાબંધી જાગૃતિ કાર્યક્રમો થકી થશે જનજાગૃતિ 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ. દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે. ગાંધી જયંતિ નિમિતે રાજ્યમાં તા.02.10.2023 થી તા.08.10.2023 દરમ્યાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આજરોજ પાટણમાં નશાબંધી […]

You May Like

Breaking News