પ્રજાના ટેકસ ના નાણાં વેડફી નાખવા નો શોખ શાસકો ને કેમ થયો…??
લોકોએ 30 વર્ષ શાસન વિકાસ ની ને સુશાસન ની અપેક્ષા એ આપ્યું હતું.ક્યાં છે સુશાસન..?? ને ક્યાં છે વિકાસ..??
વિકાસ ની જ્યારે કસુવાવડ થઈ જાય ત્યારે ભ્રષ્ટાચાર ખડખડાટ હસે છે..!!
ગારીયાધાર ના ભાજપ શાસન નું શું કહેવું..? કૂવામાં હોય એવું અવેડા માં આવે,પણ કૂવામાં તો બાય,બોટલ ને 52 પાનાની ગીતા ને ભ્રષ્ટાચાર હતા,હવે બાવળ પાસે કેરી ની અપેક્ષા કેમ રખાય..?
ગારીયાધાર ની પ્રજાએ,મતદારો એ વારે વારે નવા ચહેરાઓ જોઈ સિક્કા મારી ચાન્સ આપ્યો પણ “કડવી વેલ ના બધાજ કડવા ” ગરીબ હોય કે ધનવાન સૌ પૈસાના,ખાવા,પીવા ના ભોગી નીકળ્યા, ગરીબને મળતી યોજના કોઈ પણ હોય,એના લાભાર્થી ચુંટાયેલા સભ્યો ન બની શકે, એના બદલે પરિવાર માં જેટલા હોય એના નામે,યોજના ના લાભ બેવડા ને ત્રણ ગણા લીધા છે, એ સૌથી શરમ જનક ઘટના સ્વમાન વિનાના નેતૃત્વ ની છે..
આ ટીમ ગમે તે આવે,લીડર ગમે તે આવે,પણ આ ઘેટાં ના ટોળા નો સરદાર તો “ઘુઘું” આમાં વાલ વખાણવા કે ચોળા.? બધાજ એક બીજા ઉપર રાત રહે તેવા, કૌભાંડ કે કટકી બટકી ની વાત આવે,ત્યારે સૌ કટોરો લઈ લાઈનમાં ગોઠવાઈ જાય..
મોટાભાઈ ભાગ પાડવા બેસે એટલે અડધા માં એકલો “જમવા માં જગલો ને કૂટવા માં ભગલો” રાવ કે ફરિયાદ કોને કરવી..? આ બધાજ એક ભ્રષ્ટાચાર ની વેલ ના તુંબડા..!!
આટલા વાહનો માત્ર થોડો સમય ઉપયોગમાં લઈ ગોડાઉન કે ગેરેજ માં જમા કરી દીધા છે,રીપેરીંગ ના અભાવે પડ્યા પડ્યા જૂના કે ભંગાર થઈ રહ્યા છે, આ વાહનો મૂકવા એક શેડ બનાવ્યો છે,આઠ લાખ નો ખર્ચ કર્યો છે.
આ શેડ માટે પૂછ્યું એસ્ટી મેન્ટ કેટલો હતો..? જવાબ મળ્યો બનાવ્યો નથી. આ શેડ તૈયાર થયો તેમાં વપરાયેલ માલ સામાન ની જથ્થો કે વજન કેટલું..? જવાબ હતો ખબર નથી, એમ.બી રેકર્ડ કરવામાં આવી છે..? જવાબ હતો ના..ટેન્ડર બહાર પાડ્યું છે..? જવાબ હતો ના..સંસ્થાના વહીવટ માં ઘરની ધોરાજી ચલાવવી છે,અને તેના પૂર્વ ધારાસભ્ય ની સંપૂર્ણ કૃપા રહી છે..
વેપારીના ઓટલા તોડવા, લારી ઓ હટાવવા સંકલન માં ખૂબ પ્રશ્નો નાખ્યા,પણ ભ્રષ્ટાચાર સામે ક્યારેય સંકલન માં પ્રશ્ન નહિ,સાહેબ નું મૌન ટીમ ભાગીદારી નો સંદેશ આપે છે..
ભાજપ ના દરેક કાર્યક્રમ ના બેનર પણ નગર પાલિકા ના ખર્ચે બન્યા છે,સભ્યોના અંગત વાહનો માં ડીજલ ની ચિઠ્ઠીઓ કરાવી ને પેટ્રોલ કે ડીઝલ પૂર્યા છે,એટલે તો સફાઈ અટકી પડી છે,વહીવટદારે કહ્યું હું છું ત્યાં સુધી ડીઝલ પેટ્રોલ ના ખોટા બિલ નહિ બને..
ભૂખ બારશો ને નગર પાલિકા માં ચૂંટવા નું બંધ કરવાની જવાબદારી ગામની છે.આ ભૂખ્યા વરું જેવા હજુ સત્તા મેળવવા ને ભ્રષ્ટાચાર કરવા તૈયાર બેઠા છે,ચુંટણી ની રાહ જોવે છે,ત્યારે હવે પરિવર્તન થઈ ચૂક્યું છે,માધા ની માં ધારાસભ્ય નથી,એટલે પરિવર્તન કરી નાખવું પડે..
સુધીર વાઘાણી ભ્રષ્ટાચાર કરશે નહિ,ને કરવા દેશે પણ નહિ.આટલો વિશ્વાસ હોય તો કામ ઓછા વધુ થાય પણ ભ્રષ્ટાચાર યુક્ત વિકાસ નહિ કરે,નહિ થવા દયે..!!
– સલમાન અમીન
નારી પ્રહાર ન્યૂઝ
ભરૂચ