ફરીયાદી :- શ્રી સ.ત. કે.જે.ધડુક, પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત
ડીકોયર :- એક જાગૃત નાગરીક
આરોપી :- ભાવેશકુમાર ખેંગારભાઇ દેસાઇ એલ.આર.ડી., બ.નં.૩૪૫૭, વર્ગ-૩, સુરત શહેર ટ્રાફીક રીજીયન – ૨, સર્કલ – ૦૪ ચોકી, સુરત રહે. ઘર નં. ૭૨, શિવપાર્ક સોસાયટી, ગીતાંજલી સ્કુલ પાસે, ગોડાદરા, લાલભાઇ રબારીના મકાનમાં સુરત
લાંચની સ્વિકારેલ રકમ :- રૂા. ૧૦૦૦/-
રીકવરી રકમ :- રૂા. ૧૦૦૦/-
ડીકોયની તારીખ :- ૦૪/૧૦/૨૦૨૩
ડીકોયનું સ્થળ :- કમેલા દરવાજા, ટ્રાફીક પોલીસ ચોકી, મીલેનીયમ માર્કેટની સામે, રીંગરોડ, સુરત
ટુંકી વિગત :-
પોલીસ ઇન્સપેકટર શ્રી કે.જે.ધડુક, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત નાઓને સુરત શહેર ટ્રાફીકના પોલીસ કર્મચારીઓ તથા ટીઆરબી જવાનો વાહન ચાલકો પાસેથી યેનકેન બહાના હેઠળ દંડની પાવતી આપ્યા વગર લાંચ તરીકે રૂા. ૧૦૦/- થી રૂા. ૩૦૦૦/- સુધીની રકમ સ્વિકારતા હોવાની વાહન ચાલકો ની રજુઆત અને મળેલ આધારભુત માહિતી આધારે આજરોજ તા.૦૪/૧૦/૨૦૨૩ના રોજ સહકાર આપનારશ્રીનો સંપર્ક કરી તેઓના વાહન સાથે ડીકોય લાંચના છટકાનું આયોજન કરેલ તે દરમ્યાન સુરત રીંગરોડ ઉપર આવેલ કમેલા દરવાજા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે આક્ષેપિત ભાવેશકુમાર ખેંગારભાઇ દેસાઇ એલ.આર.ડી. દ્વારા સહકાર આપનારનું વાહન રોકી પંચોની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી કોઇ પણ જાતની રસીદ આપ્યા વગર લાંચના રૂપિયા ૧૦૦૦ ની માંગણી કરી અને તેનો સ્વિકાર કરી સ્થળ ઉપર રંગે હાથે પકડાઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરપયોગ કરી ગુનો કર્યા બાબત.
નોધ : આરોપીને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ડીકોય કરનાર અધિકારી :-
શ્રી સ.ત. કે.જે.ધડુક, પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા સ્ટાફ.
સુપર વિઝન અધિકારી :-
શ્રી આર.આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.