21 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો:
ભરૂચ AHTUની ટીમે અપહરણના ગુનામાં 21 મહિનાથી નાસતા ભરતા આરોપીને આમોદના સરભાણ ગામથી ઝડપી પાડ્યો હતો.ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ તથા એન.એસ.વસાવા પો. ઈ .AHTUની સૂચના મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગના માણસોની ટીમ બનાવી અપહરણ તથા પોક્સો એક્ટના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડવાની સૂચના આપતા AHTU પોલીસ ટીમના ASI કનકસિંહ એસ.ગઢવી નાઓના અંગત બાતમીદારથી બાતમી મેળવી આમોદ પોલીસ મથક માં ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એક્ટ કલમ ૧૨ મુજબના ગુન્હાના કામનો આરોપી તથા ભોગબનનાર આમોદ તાલકાના સરભાણ ગામમા આવવાના હોય જેથી સદર ટીમ સરભાણ ગામ ખાતે જઇ ચોક્કસ બાતમી મળતા વોચમાં હતી દરમિયાન સદર આરોપી તેમજ ભોગબનનારને સરભાણ ચોકડી ખાતેથી તેના નામ ઠામની ખાતરી કરી સદર ગુન્હાના કામે છેલ્લા એકવીસ માસથી નાસતો ફરતો આરોપીને ભોગબનનાર બાલીકા સાથે પકડી લાવી હાલ હસ્તગત કર્યા હતા અને આગળની વધુ તપાસ સી.પી.આઈ. જબંસર ચલાવી રહ્યા છે.