Read Time:1 Minute, 10 Second
ભરુચના નબીપુર રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે એક અજાણ્યા યુવાનનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તારીખ ૧૯ મી જાન્યુઆરીના રોજ સાંજે પાંચ કલાકે નબીપુર રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી ટ્રેન નંબર ૧૬૫૩૩ જોધપુર – બેંગ્લોર ટ્રેનની અડફેટે એક અજાણ્યો યુવાન ઉ. વ. ૩૫ આવી જતા યુવકને શરીરે ગંભીર ઈજાઓ થતા યુવક વિકૃત હાલતમાં કપાઇ જવા પામ્યો હતો. મૃતક યવકે ભુરા રંગનું સફેદ લીટીવાળુ શર્ટ તથા કાળા રંગનું જાકીટ પહેર્યું છે. ઘટનાની જાણ ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુખરામ ભાઈ રાજુભાઈએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના વાલીવારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.