0
0
Read Time:1 Minute, 6 Second
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જીલ્લામાં પ્રોહી જુગારની અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા આપેલ સૂચનાને આધારે એલસીબીના પી.આઈ. ઉત્સવ બારોટ એલસીના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એમ વાળા અને તેઓની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મહંમદપુરા સર્કલ પાસે ત્રણ ઇસમો બાઇક નંબર-જી.જે.બી.આર.9214 ઉપર વરલી મટકાનો જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 12 હજાર અને ફોન તેમજ બાઇક મળી કુલ 57 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નાગોરીવાડમાં રહેતો જુગારી ઇન્તેખા આલમ નાગૌરી,અવિનાશ રણછોડભાઇ વસાવા અને વિશાલ દીનેશભાઇ વસાવાને ઝડપી પાડ્યો હતો.