ભરૂચ સહિત દુનિયાભરમાં આજે વર્લ્ડ ટીબી (ટ્યુબરક્યુલોસિસ) ડેની ઉજવણી કરીને આ વર્ષે “ધ ક્લોક ઇડ ટિકિંગ- ટીબી હારેગા, ભરૂચ જીતેગા” અભિયાન જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે. જોકે કોરોનાકાળમાં ટીબીના દર્દીઓની ઓળખ કરવી આરોગ્ય વિભાગ માટે સૌથી મોટુ ચેલેન્જ હતુ. કોરોના અને ટીબીના સામાન્ય લક્ષણો ખાસી છે જે એકસરખા જ છે. લોકો કોરોનાના ડરથી ટીબીનું ચેકઅપ કરવાતા નથી.ઉપરાંત માસ્ક પહેરવાને કારણે જાહેરમાં ટીબીનો ફેલાવો ઘટ્યો છે. પરંતુ લોકડાઉનમાં બધા ઘરે જ હતા તેથી પરિવારોમાં ટીબીનું સંક્રમણ વધવાના અનુમાન છે. ભરૂચમાં એક વર્ષમાં અન્ય જિલ્લાઓ સહિતના 6778 ટીબીના દર્દીઓની સારવાર થઇ છે. જ્યારે હાલ 2372 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યારે 2013 દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત સહાય અપાઇ રહી છે. 2025 સુધીમાં ક્ષયના રોગને નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યુ કે, આરોગ્ય વિભાગ સહિતના તમામ વિભોગ અને લોકો ટીબીના દર્દીઓની ઓળખ અને સારવાર કરવામાં મદદ કરશે તો ટોર્ગેટ પૂર્ણ કરી શકાશે.
લોકો કોરોનાના ડરથી TBનું ચેકઅપ કરાવતાં નથી, પરિવારોમાં ટીબીનું સંક્રમણ વધી રહ્યુ છે…
Views: 84
Read Time:1 Minute, 34 Second