માતરિયા તળાવ નગરજનો માટે બનશે નવલું નજરાણું

Views: 132
0 0

Read Time:4 Minute, 57 Second


જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ માતરિયા તળાવ ખાતે ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરી માર્ગદર્શક સૂચનો કર્યા


માતરિયા તળાવ પરીસરની આજુબાજુ બની રહેલો વ્યુ પોઈન્ટ બનશે આકર્ષણનું કેન્દ્ર


ભરૂચ- – માતરીયા તળાવ તથા બગીચો પર્યટન સ્થળ તરીકે તથા ભરૂચના શહેરીજનોના મનોરંજનની દ્રષ્ટીએ ખુબ જ આગવી ઓળખ ધરાવે છે. માતરીયા તળાવની દેખરેખ તથા જાળવણીને લગતી તમામ કામગીરી ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળને નવેમ્બર-૨૦૨૨ થી સોંપવામાં આવી હતી.


ભરૂચ શહેરની મધ્યમાં લીંક રોડને અડીને આવેલ ૧.૮ કી.મી. લંબાઈનો કિનારો તથા ૨,૪૪,૮૧૩ ચો.મી. નો લેન્ડ એરીયા અને ૧,૫૪,૯૧૮ ચો.મી. નો પાણીનો એરીયા ધરાવતું માતરીયા તળાવને સુશોભીત કરવા અંદાજીત રૂ।. ૪૫૦.૦૦ લાખ ખર્ચે માતરીયા તળાવનું રીનોવેશન, અપગ્રેડેશન એન્ડ બ્યુટીફીકેશન કરી શહેરીજનો હળવાશની પળો આનંદથી માણી શકે તે હેતુથી માતરીયા તળાવને સેફ એન્ડ સિકયોર પારીવારીક પર્યટન સ્થળ બનવાની કામગિરી હાલ પ્રગતિ હેઠળ છે.
ભરૂચ અંક્લેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા માતરીયા તળાવ-બગીચાની સાફ-સફાઈ તથા લોન કટર અને હેજ ટ્રીમર ખરીદી સુંદર અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી કામગીરી હાથ ધરી છે. માતરીયા તળાવની પર્યટન સ્થળ અને મનોરંજનના સ્થળ તરીકેની ખ્યાતનામ ખ્યાતિ જળવાઈ રહે તે માટે માતરીયા તળાવ તથા આસપાસના બગીચાને વધુ મનમોહક બનાવવા માટે રીનોવેશન, અપગ્રેડેશન એન્ડ બ્યુટીફીકેશન કરવા માટેની કામગીરી બૌડા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેને લઈને આજરોજ કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ માતરિયા તળાવ ખાતે ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરિક્ષણ કર્યું હતું. તેમજ હાજર લાઈઝનીંગ અધિકારીઓને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.


આવનારા સમયમાં માતરિયા નગરજનો માટે નવલું નજરાણું બની રહશે…
કોલોનેડ થીમને આધારીત વિશાળ પ્રવેશ દ્વાર, ટુ- વ્હીલર તથા ફોર-વ્હીલર માટે પૂરતી પાર્કીંગ વ્યવસ્થા, ટુ- વ્હીલર પાર્કીંગ ઉપર સોલાર પેનલ સહિતનો શેડ, પુરૂષ-સ્ત્રીઓ માટે અલગ-અલગ ઓપન જીમના સાધનો, યોગા ગાર્ડન, આર્ટ ગેલેરી, નાના છોકરાઓ માટે રમત ગમતના વિવિધ સાધનોમાં વધારો, એમ્પીથીયેટર, ફુવારા, ગઝેબો, ફુડ કોર્ટ, ડેડીકેટેડ જોગીંગ ટ્રેક, ફોરેસ્ટ ટ્રેઈલ, તળાવની ફરતે આવેલ પાળને થયેલ નુકશાનનું સમારકામ/બાંધકામ તથા પ્રોટેકશન ડ્રીલનું સમારકામ તથા રંગકામ, ટોઈલેટ બ્લોકનું રિનોવેશન, વોકીંગ ટ્રેકની સમાંતર બેસવા માટે વ્યવસ્થા અને પીવા માટેના શુદ્ર પાણીની વ્યવસ્થા, પરીસરને ફરતે સાથેની લાઈટીંગ તથા સ્પીકરની વ્યવસ્થા, પરીસરને ફરતે આવેલ કમ્પાઉન્ડ વોલનું કામ બગીચામાં સલામતીના હેતુથી સીસીટીવી કેમેરા તથા બગીચામાં ફુડકોર્ટનું આયોજન કરી તેની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી નગરજનોને બગીચામાં જ જરૂરી ખાવા-પીવાની જરૂરી વસ્તુઓ મળી રહેશે. ભવિષ્યમાં બોટીંગ શરૂ કરી શકાય તે માટે જેટીનું પ્રાથમિક સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે. પંપમ પાસે ઈનલેટ ચેનલ ઉપર આર્ક બ્રીજ બનાવવામાં આવશે. માતરિયા તળાવ પરીસરની આજુબાજુ બની રહેલો વ્યુ પોઈન્ટ બનશે આકર્ષણનું કેન્દ્ર બનશે. જરૂરી લેન્ડસ્કેપિંગ, પ્લાન્ટેશન કામનો સમાવેશ કરી અંદાજીત રૂ।. ૪૫૦.૦૦ લાખ ખર્ચે માતરીયા તળાવનું રીનોવેશન, અપગ્રેડેશન એન્ડ બ્યુટીફીકેશન કરી શહેરીજનો હળવાશની પળો આનંદથી માણી શકે તે હેતુથી માતરીયા તળાવને સેફ એન્ડ સિકયોર પારીવારીક પર્યટન સ્થળ બનવા જઈ રહ્યું છે.
૦૦૦૦

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નેત્રંગ ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયો

Thu Aug 10 , 2023
Spread the love              *આદિવાસીઓની પડખે સદા, સર્વદા ગુજરાત સરકાર*——**——- -:મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા:-# જળ, જમીન અને જંગલોની જાળવણી કરનાર સમાજ એટલે આદિવાસી સમાજ# વિકાસની મુખ્યધારામાં આદિજાતિ સમાજને લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે# શિક્ષણ, આરોગ્ય અને આવાસ જેવી પાયાની સગવડો ઉપલબ્ધ બનતા વન-વસુધાના રહેવાસી વનબંધુઓના જીવનમાં ઉજાશ પથરાયો છે. # […]

You May Like

Breaking News

error: Content is protected !!