
ભરૂચ જીલ્લા પોલીસ એસપીરાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઈ બી.ડી.વાઘેલા અને તેમની ટીમના માણસો પેરોલ, ફર્લો, વચગાળાના જામીન,પોલીસ જાપ્તા તથા જેલમાંથી ફરાર કેદી / આરોપીઓ પકડવા સારૂ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સાથેના પો.કો.રાકેશ ચંદુભાઇ વસાવાને માહિતી મળી હતી કે,ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકમાં કલમ 363, 366 પોક્સો કલમ 4 ના ગુન્હા સબબ આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી સંજય અરવિંદભાઇ વસાવા,રહે,બોરીઢા ફળીયુ, ગોવાલી,ઝઘડીયાનો ફર્લો રજા દિન -14 ની મંજૂર બાદ હાજર નહીં થતા તેને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝાડેશ્વર ચોકડીથી ઝડપી પાડીને સી ડિવિઝન પોલીસ મથકને સુપ્રત કરવામાં આવ્યો છે.