ઐતિહાસિક ભરૂચનું 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન હવે ₹34 કરોડના ખર્ચે આધુનિક બનવા જઇ રહ્યું છે.આગામી 6 ઓગસ્ટે અમૃત સ્ટેશન સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રી-ડેવલોપમેન્ટ થનારા દેશના 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કરવાના છે.ભરૂચનું 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન પણ 34 કરોડના ખર્ચે આધુનિક અને વધુ સુવિધાસભર બનનાર છે. આજે ગુરૂવારે કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને PM ના 6 ઓગસ્ટના વર્ચ્યુઅલ કાર્યકમને લઈ બેઠક મળી હતી.ભરૂચ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પર કાર્યકમ આયોજિત કરાયો છે. ભરૂચ સ્ટેશનના રી-ડેવલોપમેન્ટમાં હવે પૂર્વ તરફની એન્ટ્રીમાં એક નહિ પણ 3 ટાવર જોવા મળશે.પૂર્વ પશ્ચિમમાં નવી આકર્ષક પ્રવેશ બિલ્ડીંગ, પાર્કિંગ અને પરિસરનો વિકાસ, પ્લેટફોર્મ નંબર 1 ની ઊંચાઈ અને મુસાફરની સવલતોમાં વૃદ્ધિ, સાઈન બોર્ડ અને લાઇટિંગમાં સુધારો, ટોઈલેટ અને વોટર બુથ નવીનીકરણ, દરેક પ્લેટફોર્મ પર લિફ્ટ અને એસકેલેટર સાથે 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ મુખ્ય છે. આજની બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, રેલવેના નલિન ગુપ્તા, ઉધોગકારો, અધિકારીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં.
ઐતિહાસિક રેલવે સ્ટેશનને નવા રંગરૂપ અપાશે:ભરૂચ રેલવે સ્ટેશનના ₹34 કરોડના ખર્ચે નવીનીકરણમાં હવે એક નહિ પણ 3 ટાવરો, 6 ઓગસ્ટે પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરાશે
Views: 171
Read Time:1 Minute, 47 Second