શિનોર તાલુકામાં એક ગામમાં ૩૧/૦૮/૦૨૪ ના રોજ આઘેડ મહિલા ગુમ થયેલ હોવાથી ચકચાર મચી જવા પામી હતી જેની નામ જોગ ફરિયાદ ૪/૦૯/૨૪ ના રોજ શિનોર પોલીસ મથકમાં થયેલ હતી જેઓની લાશ તા.૦૪/૦૯/૨૪ ના રોજ ડીકંમપોઝ હાલતમાં એક ગામની સીમમાં પટાણ વગામાં કોતર ઝાડી ઝાંખરામાં આવેલ સાગના ઝાડ સાથે ગળાના ભાગે લીલા કલરના લાલ તથા પીળા રંગના ફુલભાતની ડીઝાઇન વાળા ટોપથી બાંધેલ હાલતમાં મળી આવેલ હતી.જે બાબતે શિનોર પો.સ્ટે.ખાતે ગુ.ર.નં.૧૧૧૯૭૦૪૬૨૪૦૬૦૧/૨૦૨૪ ભારતીય ન્યાય સહીતા ( બી.એન એસ ) કલમ ૧૦૩(૧) મુજબનો ગુનો દાખલ થયેલ. આ કામે વણ શોધાયેલ ગુનો શોધી કાઢવા સારુ ઉપરી અધિકારીની સુચના મુજબ એ.એમ પટેલ,તેમજ ડભોઇ ડીવીઝન નાઓના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ, કુણાલ પટેલ, એલ.સી.બી શાખા, તથા પોલીસ ઇન્સ, જે. એમ ચાવડા, એસ.ઓ.જી શાખા તથા પો.સ.ઇ.આર.આર મિશ્રા, શિનોર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ આચરેલ હતી. તે તપાસ દરમ્યાન( ૪) ચાર આરોપીઓની સંડોવણી જણાઇ આવેલ છે વધુમાં તપાસ કરતા આ કામે મરણ જનાર ના સગા ભાભી થતા હોય અને તોહમતદાર નં. ૨ નાઓને તેઓની ભાભીનો અન્ય ઇસમ સાથે પ્રેમ સબંધ હોય તેવો વહેમ હોય અને પોતાની સાથે પ્રેમ સબંધ રાખવા માટે કહેતા મરણ જનાર તો હોમતદારને વશ થયેલ ન હોય. જેથી મરણ જનારને કોઇ પણ ભોગે વશ કરવા તેમજ તેને સબક શીખવાડવા સારૂ સાથી તોહમતદારો સાથે મરણ જનાર રહેતા હતા ત્યાં મોન્ટર્સ નૌકા તાલીમ કેન્દ્રમાં પ્રવેશ કરી મરણ જનાર સાથે બળજબરીથી દુષ્કર્મ કરી મરણજનાર તેઓના ચુંગલમાંથી નાશી જતા તેનો પીછો કરી પકડી પાડી ઝાડી ઝાંખરામાં લઇ જઇ ફરીવાર દૃષ્કર્મ કરી મરણજનાર આ બાબતે કોઇને કહી ના દે તે સારૂ મરણ જનારે પહેરેલ ટોપને ઉતારી તે ટોપ વડે ગળે ફાંસો આપી તેનુ મોત નિપજાવી ગુનો આંચરેલ છે. સદર ગુનામાં સંડોવાયેલ હોદારોને આજ રોજ તા. ૦૮/૦૯/૨૦૨૪ ના રોજ અટક કરવામાં આવેલ છે. સદર ગુનાની આગળની તપાસ પો.સ.ઇ. આર.આર.મિશ્રા,શિનોર પોલીસસ્ટેશન નાઓ કરી રહેલ છે..
તસ્લીમ પીરાંવાલા… શિનોર…