ઝઘડિયા પોસ્ટ ઓફિસની એક ગંભીર બેદરકારી સામે આવી છે. ઝઘડિયા પોસ્ટ ઓફિસના કાયમી ગ્રાહકો પોસ્ટની વિવિધ યોજનાઓનો લાભ લેતા હોય છે. ગત ફેબ્રુઆરી અને માર્ચ 2016 ની સાલમાં પોસ્ટના રેગ્યુલર ગ્રાહકોએ તે સમયે એનએસસીમાં રોકાણ કર્યું હતું અથવા અગાઉના એનએસસી સર્ટીફિકેટને રીન્યુ કરાવ્યા હતા. ઝઘડિયા પોસ્ટ દ્વારા ગ્રાહકને જવાબદાર પોસ્ટ અધિકારીની સહી સિક્કા કરી સર્ટીફીકેટ ઈસ્યુ કરી દેવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી અને માર્ચ 2016 માં લીધેલા એનએસસી સર્ટીફિકેટ ફેબ્રુઆરી, માર્ચ 2021માં પાકતા હોય ગ્રાહકો છેલ્લા એક માસથી પોતાના પાકેલા સર્ટીફીકેટ નાણા મેળવવા અથવા તેને રીન્યુ કરવા માટે ઝઘડિયા પોસ્ટના ધરમ ધકકા ખાઇ રહયા છે.ગ્રાહકોએ 2016માં લીધેલા એનએસસી સર્ટીફિકેટ બાબતે હાથ અદ્ધર કરી એવું જણાવી દેવાયું છે કે તમારા સર્ટિફિકેટ કોમ્પ્યુટર ડેટા માં બતાવતા નથી, જેથી 50 થી વધુ ગ્રાહકોનો જીવ તાળવે ચોંટી ગયા છે. પોસ્ટમાં વધુ પુછતાછ કરતા તેઓ જણાવે છે કે જે તે સમયે સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા ત્યારે પોસ્ટ દ્વારા તે સર્ટિફિકેટ ઓનલાઈન કરવામાં આવ્યા નહીં હોય તેથી પાકતી તારીખે તે કોમ્પ્યુટર ડેટા માં બતાવતા નથી, આટલું સ્પષ્ટ અધિકારીઓ જણાવતા હોવા પછી પણ ઝઘડિયા પોસ્ટ દ્વારા એનએસસી સર્ટીફિકેટ ધારકોને એમ જણાવવામાં આવે છે કે તમારા સર્ટિફિકેટ કોમ્પ્યુટર ડેટા માં જણાતા નથી.
ઝઘડિયા પોસ્ટ ઓફિસે ગ્રાહકોના 5 વર્ષ પૂર્વે લીધેલા બોન્ડ અટવાયા, 2016માં લીધેલા એનએસસી સર્ટીફિકેટ ઓનલાઈન દેખાતા નથી..
Views: 78
Read Time:2 Minute, 0 Second