અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર યોજના હેઠળ આડેધડ ખોદકામની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ
અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં નગર પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર યોજના હેઠળ આડેધડ ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોની ડ્રેનેજ લાઇનનો તૂટી જતાં રહીશો રોષે ભરાયા હતા.
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારો નગર પાલિકા તંત્ર દ્વારા લોકોના સુખાકારી માટે ભૂગર્ભ ગટર યોજના હેઠળ ગટર લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ચોમાસાના ટાણે જ કામગીરી હાથ ધરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના સુરતી ભાગોળમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળનું ખોદકામ આડેધડ કરવામાં આવતા સ્થાનિકોને તેઓના ઘરમાંથી બહાર નીકળવું મુશ્કિલ બન્યું છે.
બીજી તરફ કોન્ટ્રાકટરની લાપરવાહીને પગલે રહીશોની ડ્રેનેજની લાઈનો પણ તૂટી જતાં લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવતી ભૂગર્ભ ગટર લાઇન માથાનો દુખાવો બની છે, ત્યારે આડેધડ ખોદકામથી તૂટી ગયેલ ગટર લાઈનો વ્યવસ્થિત કરી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.