પાનોલી ફાયર વિભાગે સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો મુંબઈ એન.સી.એ અને ભરૂચ જિલ્લા દ્વારા ગત ઓગસ્ટ માસમાં 2428 કિલો રૂ.4856 કરોડનું ડ્રગ પાનોલી જીઆઇડીસી માં આવેલ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી અને મુંબઈથી ઝડપી પાડ્યું હતું. જીવન રક્ષક દવા બનાવામાં ની આડ માં એમ.ડી. ડ્રગ્સ નું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે કંપની હાલ પોલીસ દ્વારા સીઝ કરાઈ હતી. અને કંપની હાલ બંધ છે.દરમિયાન આજરોજ કંપનીમાં અચાનક આગ લાગી હતી. જોત જોતા અંગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જે અંગે પાનોલી ફાયર ટીમને જાણ કરવામાં આવતા પાનોલી ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને કંપની માં લાગેલી આગ પર ગણતરી ના સમય માં કાબુ મેળવ્યો હતો. આગ ના પગલે હાલ અનેક સવાલો ઉભા થયા હતા પુરાવાનો નાશની શંકા સામે આવી હતી. ત્યારે બંધ પડેલી અને ફ્રીઝ કરાયેલી કંપનીમાં આગ લાગતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.
રૂ.4856 કરોડના ડ્રગના કેસમાં સંડોવાયેલી ઇન્ફિનિટી કંપનીમાં આગ લાગતાં તર્કવિતર્ક
Views: 117
Read Time:1 Minute, 20 Second