નર્મદા રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસે કન્ટેનર પલટી ખાઇ જતાં કન્ટેનર ચાલકોનુ મોત નીપજ્યું હતું. જ્યારે એક અન્ય એક ને ગંભીર ઈજા થવા પામી હતી.
આ અંગે દેડિયાપાડા પોલીસ મથકે અકસ્માત મોત ના ગુનાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી ઉદયભાન દિનાસિંહ પરમાર (રહે, કરાઈ તા. રૂપવાસ જી.ભરતપુર રાજસ્થાન) એ કન્ટેનર ગાડી નંબર એમપી 07 એચબી 3706 ના ચાલક સુશીલસિંહ ઉર્ફે કરું રામપાલસિંહે (રહે, તીલાવલી તા. જૈરાં જી.મોરેના મધ્ય પ્રદેશ) ના ચાલક સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ કન્ટેનર ગાડી નંબર એમપી 07 એચબી 3706 ના ચાલક સુશીલસિંહ ઉર્ફે કરું રામપાલસિંહે (રહે, તીલાવલી તા. જૈરાં જી.મોરેના મધ્ય પ્રદેશ) એ પોતાના કબજાના કન્ટેનર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રાલ્દા ગામ પાસે વળાંક ઉપર કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પલટી ખાઈ જતા ફરિયાદી ઉદયભાનને પગમાં પંજાના ભાગે ઈજા પહોંચી હતી. અને કન્ટેનર ગાડીના ચાલક સુશીલસિંહનું મોત નીપજયું હતું. દેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.