વાગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ ૨૭ મે ના રોજ વિલાયત ગામમાં નજીવી બાબતે એક ઇસમને લાકડાના દંડા મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હસમુખભાઇ ઉર્ફે પ્રકાશ અંબુભાઇ વસાવાએ આરોપી પ્રવિણભાઇ ઉર્ફે મુકેશ અંબુભાઇ વસાવા તેમજ જયેશભાઇ પ્રવિણભાઇ ઉર્ફે મુકેશ વસાવા બન્ને રહે- વિલાયત સોમીબેનના ઘરના પતરા જેમ હતા તેમ મુકી દેવાનું જણાવતા તે બાબતે ઉશ્કેરાઇ જઈ હસમુખભાઇ ઉર્ફે પ્રકાશ અંબુભાઇ વસાવાને હસ્મુખે પકડી રાખી પ્રવીણે લાકડાનો દંડો હસમુખભાઇ વસાવાના માથાના ભાગે મારતા હસમુખભાઈનું મોત નિપજવા પામ્યું હતું. વાગરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હત્યાની કલમ ૩૦૨ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાગરા: વિલાયત હત્યા કેસના આરોપીઓને ગણતરીના કલાકોમાં વાગરા પોલીસે ઝડપી પાડયા.
Views: 35
Read Time:1 Minute, 24 Second