
ભરૂચના ઝઘડિયાના હરિપુરા પાટીયા પાસે ટ્રક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયા તાલુકાના રાજપારડી – ઉમલ્લા વચ્ચે આવેલા હરિપુરા ગામના પાટીયા નજીક એક ટ્રક અને શાળાના વિધાર્થીઓને પરત ઘરે લઇને જતી સ્કુલ વાન વચ્ચે ધડકાભેર અકસ્માત સર્જાયો હતો.અચાનક અકસ્માત સર્જાતા છાત્રોની ચીસાચીસથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્કુલ વાનમાં બેઠેલા ચાર ભૂલકાઓને ઇજા પોહચી હતી. જેઓને સારવાર માટે ઉમલ્લા સારવાર કેન્દ્રમાં લઇ જવાયા હતા. ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.