0
0
Read Time:1 Minute, 7 Second
અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીમાં એગ્રો પેક કંપનીમાં થયેલી ચોરી અંગે ભરૂચ એલસીબી પી.એસ.આઈ. આર . કે ટોરાણી અને ટીમે બાકરોલ બ્રિજ નીચે બે ઈસમો થેલામાં જંતુનાશક દવાની બોટલ ભરી વેચાણ માટે ફરી રહ્યા હોવાની માહિતી ના આધારે વોચ ગોઠવી બે ઈસમો અને જંતુનાશક દવા ખરીદ કરવા આવેલા 2 એજન્ટો ને ઝડપી પાડયા હતા હતી.સંજાલી ગામના તળાવ પાસે રહેતો સંજય સુરેશ તડવી અને કોસમડી ગામના મોરા ફળિયામાં રહેતો મિતેષ વિષ્ણુ પટેલ એ રૂપિયા ની જરૂરિયાત ઉભી થતા ચોરી કરવાનું નક્કી કરી રેકી શરુ કરી ચોરી કરી હતી અને જે દવા વેચવા માટે વૈભવ પાર્ક કાપોદ્રા પાટિયા ના આકાશ પવાર અને શ્યામવિલા ભડકોદ્રા ના ધનશ્યામ બંશી યાદવનો સંપર્ક કરી બાકોરલ બ્રિજ પાસે આપવા આવ્યા હતા.