ભરૂચ:દેશની આઝાદીના ૭પ વર્ષ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના અવસરે રાજ્ય સરકાર દ્વારા દાંડીયાત્રાના ગૌરવવંતા ઈતિહાસને પુન: ઉજાગર કરવાનાં ભાગરૂપે આયોજિત ભરૂચ જિલ્લાના દાંડી પથ પર સુરત તરફ પ્રયાણ કરી રહી છે, ત્યારે દાંડી પદયાત્રીઓનો જોમ અને જુસ્સા સાથે આગળ વધી રહ્યા છે. યાત્રામાં સામેલ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના વતની ડો. મનિષ ઝીલડિયાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા દાંડી કૂચનું ઐતિહાસિક પુનરાવર્તન થયું છે. મારૂં સૌભાગ્ય છે કે હું આ યાત્રાનો સહભાગી બન્યો છું. પગપાળા ચાલીને એવું લાગે છે જાણે પૂજ્ય ગાંધીજીના ચરણ સ્પર્શ કરતાં હોઈએ. આ રસ્તે ગાંધીજીના પગલાં પડ્યા હતા એ ઘટના ૯૧ વર્ષ પછી તાજી થઈ રહી છે. ગામે ગામ અમારૂ ઉમળકાથી સ્વાગત થાય છે. જાણે સાક્ષાત ગાંધીજી આવ્યા હોય એવો ઉત્સાહ લોકોમાં જોવા મળે છે. મનિષભાઈ દરેક ગામ, તાલુકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થઈ રહેલી આગતા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પગપાળા ચાલીને એવું લાગે છે જાણેપૂજ્ય ગાંધીજીના ચરણ સ્પર્શ કરતાં હોઈએ: ડો. મનિષ ઝીલડિયા૦ ૦ ૦ ૦ ૦ ૦
Views: 78
Read Time:1 Minute, 31 Second