ભરૂચ શહેર જિલ્લામાં કોરોના મહામારી કાળો કહેર વર્તાવ્યો છે.ત્યારે કોરોના મહામારીના કારણે વ્યક્તિઓ સહીત ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રિજને કોરોનાનું ગ્રહણ નડ્યું હતું.કોરોનામાં લોકોને વધુ પડતા ઓક્સિજનનો જથ્થો આપી દેવામાં કારણે બ્રિજ ઉપર વેલ્ડિંગથી જોઈન્ટની કામગીરીમાં અટકી પડી હતી.જોકે હવે પુરવઠો મળી રહેતા વહેલી તકે કામગીરી પૂર્ણ થવાના અણસાર મળ્યા છે.ભરૂચની નર્મદા નદી ઉપર બનેલા 140 વર્ષ જુના ગોલ્ડન ઉપર વાહનોનું ભારણ વધતા તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલે 2015 આકાર લેનારા નવા ફોરલેન બ્રિજને નર્મદા મૈયા બ્રિજનું ભૂમિ પૂજન કરાયું હતું.આ બ્રીજ થકી ભરૂચ અને અંક્લેશ્વરને ટ્વિન સિટી બનાવવાનું સ્વપ્ન સાકાર થશે તેવી ખેવના વ્યક્ત કરાય રહી છે.છેલ્લા 6 વર્ષ દરમિયાન બ્રિજનું એકટેંશન વધતા બ્રિજની કામગીરી સમાપ્તિ થવામાં ઘણો સમય લાગી ગયો છે.દક્ષિણ ગુજરાતને આખા ગુજરાત સાથે જોડાતો આ બ્રિજ નર્મદા નદી પર આકાર લઇ રહ્યો છે. આ બ્રિજ દેશ અને રાજ્યના તમામ આર્થિક પાટનગરોને જોડાતો કડી રૂપ બ્રિજ છે. નેશનલ હાઇવે મુલદ ટોલનાકા પાસે અવારનવાર ટ્રાફિકજામ સર્જાય છે ત્યારે વાહનોને ગોલ્ડન બ્રિજ તરફ ડાયવર્ટ કરાય છે. ગોલ્ડન બ્રિજ પર પણ સિમિત જગ્યાને કારણે વાહનોની કતાર લાગે છે.ભરૂચ નજીક નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રીજની બાદજુમાં નિર્માણ પામી રહેલા નર્મદા મૈયા બ્રિજની 90 ટકા કામગીરી હાલમાં પૂર્ણ કરી દેવાઈ છે. છેલ્લા 2 મહિનામાં કોરોનાની કેસ વધતાં જિલ્લામાં ઓક્સિજનની માંગ વધવાના કારણે વેલ્ડિંગ માટે ઓક્સિજન સિલિન્ડર નહીં મળતા કામ અટક્યું હતું.હવે ઓક્સિજન જથ્થો પણ સ્પામનું કામ પૂર્ણ થયા બાદ બ્રિજની બ્રિજની ભેટ મળશે. કસક ગરનાળા પાસે વચ્ચે બ્રિજની કામગીરી માટે એક મહિના બંધ કરવાનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું હતું.પરંતુ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને તે જાહેરનામું મોકૂફ રખાયું હતું.ત્યાર બાદ કોરાનાની બીજી લહેરના કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનની ખપતના કારણે ઉદ્યોગો અને ખાનગી કામગીરી કરતા લોકોને ઓક્સિજન નહીં મળતા ભારે નુકસાની પણ વેઠવી પડી હતી.ઓક્સિજન નહીં મળવાના કારણે બ્રિજ ઉપર ચાલતી વેલ્ડિંગની કામગીરી પણ અટકી પડી હતી.પરંતુ હવે શહેર જિલ્લામાં કોરોનાના કેસો ઓછા થતા અને હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડરોની માગ ઓછી થતા પુનઃ નર્મદા મૈયા બ્રિજની કામગીરી વેગવંતી બની છે.
નર્મદા મૈયા બ્રિજ ટૂંક સમયમાં જ જિલ્લાવાસીઓ માટે ખુલ્લો મુકાશે..
Views: 82
Read Time:3 Minute, 32 Second