Read Time:1 Minute, 6 Second
20 July, 2020
નારી પ્રહાર ન્યૂઝ // (salman amin )અમદાવાદ. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. જેનો ભંગ કરતા પોલીસ કાર્યવાહી કરે છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પર આમ જ કેટલાક લોકો એકઠા થયા હતા. જે કોઇ વિધિ કે પૂજા કરાવી રહ્યા હતાં.
સમગ્ર મામલો પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યજમાન સહીત બ્રાહ્મણની પણ ધરપકડ કરી હતી.
તમામ લોકો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો પોલીસે કુુલ ત્રીસ લોકોની ધરપકડ કરી છે અને લોકોને સૂચન કર્યા છે કે આમ ન કરવુ, આ સિવાય હાલ દશામાતાજીના વ્રત પણ આવી રહ્યા છે ત્યારે લોકોને કડક સૂચન કરતા પોલીસે કહ્યુ કોઈ પણ ઘટના ધ્યાનમાં આવશે તો કડક કાર્યવાહી કરશે.