આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ CBIC દ્વારા 8 જૂનના રોજ ‘ડ્રગ ડિસ્ટ્રક્શન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશમાં 14 અલગ-અલગ સ્થળે આશરે 42,000 કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો. જેને લઈ ગુજરાત કસ્ટમ્સ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ઔદ્યોગિક વસાહત સ્થિત ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ખાતે 14 કિલો હેરોઇન અને 15 લાખથી વધુ નશાકારક દવાઓના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો.અંકલેશ્વર સ્થિત દેશના સૌથી મોટા ઈન્સીનરેટરમાં આ નશીલા પદાર્થનો નાશ કરાયો હતો. અંકલેશ્વર ખાતે methaquolone -103કિલોગ્રામ, mephedrone -1.959 કિલોગ્રામ અને 8.2 લીટર, tramadol hydrochloride tablet-15,20,220 નંગ અને heroin -14.809 કિલોગ્રામ મળી આ નશીલા પદાર્થોના મોટા જથ્થાનો કસ્ટમ્સના અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચના અંકલેશ્વરમાં 14 કિલો હેરોઈન અને 15 લાખથી વધુનો નશાકારક દવાઓના જથ્થાનો નિકાલ કરાયો
Views: 67
Read Time:1 Minute, 19 Second