જાણીતા લેખક ગઝલકાર
અનવર બહાદરપુરવાલા,ઉર્ફે ‘બેબસ’ બહાદરપુરી નો આજે જન્મ દિવસ
ગઝલલેખન માટે ગુજરાતભર માં જાણીતા મૂળ બહાદરપુર ગામ ના વતની અને સિનિયર સિટીઝન ગ્રુપ કેનેડા દ્વારા પાંગરતીપ્રતિમા એવોર્ડ થી સન્માનિત
‘બેબસ’ બહાદરપુરી,(અનવર વોરા) નો આજે 30 જુલાઇ ના રોજ જન્મ દિવસ છે,તેઓ લેખનનો ઊંડો શોખ ધરાવે છે. ગીત, ગઝલ અને સ્ક્રિપ્ટ રાઈટર તેમજ ગાયક તરીકે જાણીતા છે અને ‘બેબસ’બહાદરપુરી તરીકે સાહિત્ય જગતમાં આગવી ઓળખ ધરાવે છે. “અશ્રુ નો આસ્વાદ ‘એમનો પ્રથમ ગઝલ સંગ્રહ ૨૦૨૦માં બહાર પડ્યો અને બીજો સંગ્રહ “અશ્રુ ની ઓળખ” ૨૦૨૩ માં બહાર પડયો. એમનો ત્રીજો ગઝલ સંગ્રહ આથમતા સૂરજ ને અજવાળે ટુંક સમય માં પ્રકાશિત થશે,
તેઓ ગઝલ લેખન સાથે સાથે વિવિધ વિષયો પર સ્ક્રિપ્ટ લેખન, અભિનય, રંગમચ માટે નાટ્યલેખન, દિગ્દર્શન અને ગાયકી નો શોખ ધરાવે છે, ગુજરાત ના વિવિધ ન્યૂઝ પેપરો માં જેમની ગઝલો નિયમિત રૂપે પ્રકાશિત થાય છે અને B.A.ગુજરાતી સાથે ગ્રેજયુએટ સુધી અભ્યાસ કરી અત્યારે ગુજરાત.એસ.ટી.નિગમ, વડોદરા માં ટ્રાફિક કન્ટ્રોલર તરીકે ફરજ બજાવી રહ્યા છે
એવા અનવર બહાદ૨પુરવાલા, ઉર્ફે ‘બેબસ’બહાદરપુરી ને તેમના જન્મ દિવસ પ્રસંગે શુભચિંતકો,ચાહકો અને સાહિત્યપ્રેમીઓ તરફ થી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવી રહ્યા છે, તેમનો મોબાઈલ નં.૯૨૨૮૭૨૨૯૪૨ છે .
(રિપોર્ટર:- ફરહીન બહાદરપુરવાલા, આણંદ)