
વાલિયા તાલુકાના જોલી અને મેરા ગામને અડીને સુરત જિલ્લો આવેલો છે. વાલિયાથી મેરા થઈ માંગરોળ મોસાલી અને છેક સુરત સુધી જવાનો રસ્તો આવેલો છે. પરંતુ વાલિયાથી મેરા સુધીનો રસ્તો સાવ ખાડા યુક્ત બની ગયો હતો. આ આ રસ્તાની ગ્રામજનોએ લેખિત તેમજ મૌખિક ઘણી રજૂઆતો બેદરકાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને તેમજ રાજ્ય તંત્રી અને મંત્રીઓને કરી હતી.પરંતુ આજ દિન સુધી તેની મરામત કરવામાં આવી નહીં હોય જેને લઇ લોકોમાં ઘણો આક્રોશ જોવા મળતો હતો. પરંતુ ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવાએ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યને રજૂઆત કરતા તેમણે જોલી અને મેરા ગામના રસ્તાની માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક રીપેર કરાવતા આ વિસ્તારના રહીશોએ તેમની કામગીરીને બિરદાવી હતી.