દહેજ સેઝ લીમીટેડ દ્વારા આગામી 26 જુલાઈના રોજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સેઝના વિકાસ માટેની પરિયોજના પ્રોજેકટ કેટેગરીની લોક સુનવણીનું આયોજન કરાયું છે. ત્યારે વાગરા તાલુકામાં આવેલા પખાજણ,અંભેલ અને લીમડી ગામના ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને લોક સુનાવણી અંભેલ ગામમાં રાખવાની માગ કરાઇ છે. જો આમ નહિ કરાય તો ગ્રામજનોએ વિરોધ નોંધાવશે તેવી ચિમકી આપી છે.ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણ બુધવારે વાગરા તાલુકામાં પખાજણ,અંભેલ અને લીમડી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને 26 મી જુલાઈના રોજ યોજાનાર લોક સુનાવણીનો વિરોધ નોધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ તેમના ગામની ખેતીની જમીનો જી.આઈ.ડી.સી.ના વિકાસ માટે વર્ષ-2020 ની સાલમાં સંપાદન કરવામાં આવેલી છે. જેમાં અંભેલ ગામની સૌથી વધારે 400 હેકટર જમીન સંપાદન કરાઈ છે. હાલમાં જી.આઈ.ડી.સી.ના વિકાસના કામે રોડ-રસ્તાનું કામ ચાલી રહ્યું હોઇ અંભેલ ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. જેથી જે જમીન સંપાદન થયેલી નથી તે જમીનમાં પણ ખેડૂતો ખેતીકામ કરી શકતા નથી. આ અંગે અગાઉ પણ લેખિતમાં આપ્યું હતું.પરંતુ તેનું કોઈ નિરાકરણ આજદિન સુધી આવ્યું નથી. અંભેલથી લીમડી ગામનો જાહેર પાકો માર્ગ જી.આઈ.ડી.સી. દ્વારા ખોદી નાખવામાં આવેલ છે, જેથી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે ગામજનો લોક સુનાવણીમાં હાજર રહી શકે તે માટે લોક સુનાવણી અંભેલ ગામમાં રાખવામા આવે તેવી માંગણી કરાઈ છે.જો લોક સુનાવણી અંભેલ ગામમાં રાખવામાં નહીં આવે તો ગ્રામજનો લોક સુનાવણીનો વિરોધ કરી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હવે પછી ગાંધીચીઢ્યા માર્ગે આંદોલન ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
કલેક્ટરને આવેદન આપ્યું:સેઝના વિકાસ કામોના પ્રોજેક્ટની લોક સુનવણી અંભેલ ગામમાં કરો
Views: 91
Read Time:2 Minute, 34 Second