રાજ્યમાં કેટલીક યુવતીઓ અને મહિલાઓની ગેંગ વાહનચાલકો પાસેથી લિફ્ટ માંગ્યા પછી વાહનચાલકે છેડતી કરી કે પછી બળાત્કારના ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી અનેક વાહનચાલકોને ખંખેરી લીધા હોવાની અનેક ઘટનાઓ બની છે તેમ છતાં વાહનચાલકો વિજાતીય આકર્ષણમાં આવી ટોળકીનો ભોગ બની રહ્યા છે ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં રોડ પર ફરતી નવ યુવતીઓની ટોળકી ઝડપાઈ છે. સ્વરૂપવાન યુવતીઓ વાહનચાલકો પાસેથી લિફ્ટ માંગી છેડતી અને બળાત્કારના ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપતી ગેંગ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે પ્રાંતિજ નજીક રોડ પર નવ યુવતીઓની ટોળકી ફરતી હતી. ત્યારે ગ્રામજનોને થોડું અજગ્તું લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી. સાબરકાંઠાના પ્રાંતિજના અંબાવાડા નજીકથી આ યુવતીઓ પકડાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામને પ્રાંતિજ પોલીસ મથક લવાઈ છે. હાલ પોલીસ દ્વારા યુવતીઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે.
પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામની સીમમાં સાબરડેરીથી તલોદ માર્ગ પર ગુરૂવારના રોજ સવારના સમયે ૯ યુવાન પેન્ટ શર્ટ પહેરેલી યુવતીઓ ઉભી રહી માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ઉભા રાખી લીફટ લેવાના બહાને તેમની પાસેથી બળજબરી પૂર્વક પૈસા પડાવે છે, તે અંગેની માહિતી પ્રાંતિજ પોલીસને પેટ્રોલીગ દરમ્યાન મળતાં પ્રાંતિજ પોલીસે પોલીસ સ્ટેશનમાંથી બે મહિલા કોન્સ્ટેબલોને સાથે રાખી તેમને પકડી પ્રાંતિજ પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ હાથ ધરતાં તેમણે પોતાના નામ (૧) સીમાબેન કમાભાઈ બારોટ ઉ.વર્ષ-૨૦ (૨) દુલીબેન રમેશભાઈ બારોટ ઉ.વર્ષ ૨૨ (૩) ગુંજનબેન રાજુભાઈ બારોટ ઉ.વર્ષ ૨૧ (૪) પુષ્પાબેન કિશનભાઈ બારોટ ઉ.વર્ષ ૨૭ (૫) સનુબેન મનોજભાઈ બારોટ ઉ.વર્ષ ૨૨ (૬) નીલમબેન પ્રકાશભાઈ બારોટ ઉ.વર્ષ ૨૧ (૭) કંચનબેન ઈંદરભાઈ બારોટ ઉ.વર્ષ ૨૨ (૮)પુજાબેન રમેશભાઈ બારોટ ઉ.વર્ષ.૨૧ (૯) સુનિતાબેન કિશનભાઈ બારોટ ઉ.વર્ષ ૨૨ (મૂળ તમામ રહે. ૫૫ હાલ રહે. દુર્ગાનગર વટવા અમદાવાદ)નો સમાવેશ થયો છે.