વાલીયાના પીઠોર ગામના તળાવ ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ભરૂચ એલસીબીએ 42 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલનાએ જીલ્લામાં પ્રોહીબીશન જુગારની અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આપેલ સુચનાને આધારે એલસીબીના પી.આઈ. ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પીઠોર ગામે તળાવ ફળીયામાં રહેતો નરેશભાઇ ઠાકોરભાઇ વસાવાએ પોતાના ઘરની પાછળ વાડામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે. જે બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 252 બોટલ અને રોકડા મળી કુલ 42 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર નરેશ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે ઉમરપાડાના રવિ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
વાડામાં સંતાડેલો દારૂ ઝડપાયો:વાલીયાના પીઠોર ગામમાંથી એલસીબીએ ઈંગ્લીશ દારૂની 250 બોટલ સાથે એકને ઝડપી પાડ્યો
Views: 114
Read Time:1 Minute, 28 Second